કોચીંગ ઈન્સ્ટિટ્યુટે વડોદરામાં એક સેન્ટરને રાતોરાત તાળાં મારતાં હોબાળો

પ્રતિકાત્મક
આઈ.આઈ.ટી., તબીબી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ માટે અભ્યાસક્રમ પૂરો પાડતી ઈન્સ્ટિટયૂટના અનેક શહેરોમાં લોકોની સાથે છેતરપિંડી
વડોદરા, વડોદરામાં આઈઆઈટી, તબીબી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ માટે અભ્યાસક્રમ પૂરો પાડતી અને દિલ્હી ખાતે વધુ મથક ધરાવતી ફિટજી ઈÂન્સ્ટટયૂટની વડોદરા ઓફિસમાં પણ રાતોરાત તાળા વાગતા અસંખ્ય વિદ્યાર્થીઓ સામી પરીક્ષાએ રઝળી પડ્યા છે.
હવે અનેક વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ નવા ઈન્સ્ટિટયૂટમાં એડમિશન માટે દોડધામ કરી રહ્યા છે. સાથોસાથ સંચાલકોએ અનેક એજન્સીઓ અને શિક્ષકો, કર્મચારીઓના પગાર પણ રઝળાવી દીધા છે આ અગાઉ પણ અનેક બ્રાંચ બંધ કરી દઈને લોકોની સાથે છેતરપિંડી કરી હોવાના કિસ્સાઓ સતત સામે આવ્યા છે.
એન્જિનિયરિંગ અને તબીબી ક્ષેત્રમાં એડમિશન માટેની તૈયારી કરાવતી ફિટજી ઈન્સ્ટિટયૂટએ સમગ્ર દેશના કેટલાક સેન્ટર સાથે વડોદરામાં પણ પોતાનું સેન્ટર રાતોરાત બંધ કરી દીધું છે. શહેરના ઓ.પી. રોડ વિસ્તારમાં આવેલું સેન્ટર તા.૧ ફેબ્રુઆરીથી કોઈને પણ જાણ કર્યા વિના ઓચિંતુ બંધ કરી દેવામાં આવ્યું છે. ફીટજીનું વડોદરા ખાતેનું સેન્ટર બંધ થવા અંગે નહી માત્ર તેના કર્મ્ચારીઓ પરંતુ અહીં વિવિધ એજન્સી સહિત સ્ટાફને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા.
તા.૧ ફેબ્રુઆરીથી ઓચિંતુ ફીટજી ઈન્સ્ટિટયુટ બંધ કરી દેવામાં આવતા પરીક્ષાના સમયે વાલીઓ પોતાના બાળકોના અભ્યાસક્રમ અર્થે રઝળી પડયા છે. અનેક માલેતુજારોના બાળકો અહીં અભ્યા સકરી રહ્યા હતા. જેથી એ પૈકી કેટલાકે ફિટજીના સેન્ટર હેડ સહિત ઉચ્ચ સત્તાવાળાઓ સામે કાયદેસરની કાર્ય્વાહી કરવાની તૈયારીઓ પણ આરંભી દીધી છે !
આ ઉપરાંત ઘણા વાલીઓ પાસેથી તો ધો.૧૧ અને ૧રના એકસાથે બે વર્ષના એડમિશનના નાણા ફી પેટે વસુલી લેવામાં આવ્યા હતા. અહીં કામ કરતા સેન્ટર મેનેજર સહિતનો સ્ટાફ પણ રાતોરાત પલાયન થઈ ગયો છે! આ અંગે વાલીઓએ સેન્ટર હેડ સહિતના સ્ટાફને પુછપરછ કરતા તેઓ દ્વારા “મુજે કુછ પતા નહી હૈ” તેમ જણાવી પોતાનો ફોન ડિશકનેકટ કરી દેતા હતા.
સંકળાયેલ અનેક એજન્સીઓ પણ ઘણા મહિનાઓના પૈસા જે લાખોમાં થાય છે તે ચૂકવવામાં આવ્યા નથી. અહીં કામ કરતાં કર્મચારીઓનો મહિનાઓથી પગાર બંધ કરી દેવાયો હતો પરંતુ ભવિષ્યમાં તે નાણાં આવશે તેવી આશા સાથે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. હવે જયારે બીજી સેન્ટર બંધ થઈ ગયું છે ત્યારે વાલીઓ, એજન્સીઓ અને સ્ટાફની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે.