નડિયાદમાં સીટી બસ સેવા પુનઃ ચાલુ કરવા કોંગ્રેસની માંગ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ શહેરમાં ૧૩ વર્ષ પછી દોઢેક માસ પહેલા સીટી બસની સેવા શરૂ થઈ હતી પાલિકા તંત્ર ને રાજ્ય સરકાર દ્વારા સીટી બસ ફાળવવામાં આવી હતી
જેના પગલે જે તે સમયે નડિયાદ પાલિકા તંત્ર દ્વારા એક એજન્સીને શહેરમાં સિટી બસ દોડાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો બાદ ૬૩ દિવસ પહેલા નડિયાદ શહેરમાં ૧૩ વર્ષના લાંબા વિરામ પછી સીટી બસ દોડતી થઈ હતી જેને લઇ શહેરીજનો માં ખુશીની લહેર છવાઈ ગઈ હતી નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી ભૂમેલ દેવકી વણસોલ કમળા સહિતના રૂટ પર સમય એ સમયે સમયે સિટી બસ દોડતી હતી જેનો રોજ મોટી સંખ્યામાં મુસાફરો લાભ લેતા હતા
જોકે નડિયાદ શહેરમાં દોડતી સીટી બસો કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ર્પાસિંગ કરાવ્યું ન હોવાને લઈ નંબર પ્લેટ વગર શહેરમાં સીટી બસો દોડતી હતી દરમિયાન સેવા શરૂ થયાને ૬૩ દિવસ પછી પણ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા સીટી બસનુ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોવાનું નડિયાદ આરટીઓના ધ્યાને આવ્યું હતું જેના પગલે નડિયાદ આરટીઓ કચેરી દ્વારા સિટી બસ ની કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે
જેના પગલે ૬૩ દિવસ પછી નડિયાદમાં સીટી બસના પૈડા થંભી ગયા છે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે મહાનગરપાલિકાના કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ૨૫-૧૨-૨૪ રોજ શરૂ કરેલી માત્ર ૬૩ દિવસમાં જ વહીવટી બેદરકારીના કારણે બંધ થવા પામી છે. આ સ્થિતિ નિષ્ઠાજનક અને દુઃખદાયક છે.
સામાન્ય નાગરિકો, કામદારો, વિદ્યાર્થીમિત્રો અને વડીલો માટે આ સેવા અવશ્યક છે, નડિયાદના ના અને આજુ બાજુ ના નાગરિકોને સિટી બસ બસ સેવાનો લાભ મળતો બંધ થયો છે ત્યારે તેને પૂર્ણ ચાલુ કરવામાં આવે તેવી માંગ છે.