વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૧૧૦૦ કિલોનો બોર ઉત્સવ ઉજવાયો

નડિયાદ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ર૩મીએ રવિવારના રોજ શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિ-શતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે વડોદરા અ.નિ. મહેશભાઈ છગનભાઈ પટેલના યજમાન પદે હસ્તે
અજયભાઈ મહેશભાઈ પટેલ અ.નિ. વીણાબેન મહેશભાઈ પટેલ તથા ધર્મેશભાઈ મહેશભાઈ પટેલ તરફથી વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને ૧૧૦૦ કિલો બોરનોઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સવારે ૮.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી હજારો હરિભક્તોએ બોર ઉત્સવ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
બોર ઉત્સવની માહિતી આપતા ડોકટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરમાં બિરાજતા દેવોને કેસુડાના વાઘા ધરાવવામાં આવ્યા હતા. સાંજે સ્વયંસીવકો દ્વારા તમામ બોર ઉતારી ૪ હજારથી વધુ કોથળીઓમાં બોર ભરવામાં આવ્યા હતા. આ પ્રસાદનું સોમવારે વડતાલ ધામમાં આવેલ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓથી માડી તમામ વિદ્યાર્થીઓએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.