ભરૂચના શિવભક્ત મૂર્તિકારે ૩૦ કિલો ઘી માંથી નટરાજની પ્રતિમા કંડારી

(પ્રતિનિધિ) ભરૂચ, ભોળા ભભૂકીધારી ભૂતનાથની ભક્તિ આરાધનાના પર્વ મહાશિવરાત્રીની ઉજવણીનો અનેરો ઉત્સાહ ભરૂચ શહેર જિલ્લામાં વર્તાઈ રહ્યો છે.ત્યારે ભરૂચના એક શિવભક્ત દર વર્ષની જેમ ઘી માંથી શિવજીની વિવિધ પ્રતિમાઓ કંડારી તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
‘દેવોના દેવ’ મહાદેવજીના પર્વ મહાશિવરાત્રીની ઉજવણીનો મહાકાલના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે ભરૂચના સોનેરી મહેલ સ્થિત રહેતા મૂર્તિકાર રિતેશ જાદવ તેના પિતા ચંદ્રકાન્તભાઈ જાદવ ઉર્ફે ભોટુભાઈના હાથ નીચે મૂર્તિ બનાવવાની તાલીમ મેળવી બાળપણથી વિવિધ પ્રતિમાઓ બનાવી પોતાની ઓળખ ઉભી કરી છે.
મળેલ કુદરતી બક્ષીસથી ગણપતીજી, શિવ પરિવારની વિવિધ પ્રકારની ઘી ની પ્રતિમા બનાવી શકે છે,ચાલુ વર્ષે મહાકાલના મહાપર્વ મહાશિવરાત્રી પર્વમાં મૂર્તિકાર રીતેશ જાદવ ૩૦ કિલો ઘી માંથી પોતાની હાથોની કળાથી શિવજીની વિવિધ મુદ્રામાં ઘી ની પ્રતિમા તૈયાર કરી છે,૧૫ દિવસથી શિવજીની ઘી પ્રતિમાઓ બનાવી રહ્યા છે,નટરાજના સ્વરૂપમાં ઘીની મૂર્તિ સંપૂર્ણ તૈયાર થતા દાંડિયા બજાર સ્થિત ભૃગુૠષિ મંદિર ખાતે મહાશિવરાત્રીના દિને દર્શન માટે મુકવામાં આવશે,
સાથે અન્ય ઘી ની પ્રતિમાઓ પણ નવાડેરા,ભોઈવાડ સહિતના શિવમંદિરોમાં ઘીના કમળ મુકવામાં આવશે,શિવરાત્રીના મહાપર્વમાં સમગ્ર માહોલ શિવમય બની જશે.
આ ઘી ની પ્રતિમા ૧૫ થી ૨૦ દિવસ સુધી પીગળતી ન હોવાથી મહાશિવરાત્રી બાદ પણ તેના દર્શન શિવભક્તો કરી શકશે.