Western Times News

Gujarati News

ધરમપુરમાં સ્વામી વિશ્વાત્માનંદજીના વરદહસ્તે વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું

(પ્રતિનિધિ) ધરમપુર, શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર દ્વારા નવનિર્માણ પામનારા વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત સોમવારે શ્રી રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ વારાણસીના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદજીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું

ગુજરાતભરના શ્રી રામકૃષ્ણ મિશનના ગણમાન્ય સન્યાસીઓ, શારદામઠ વલસાડના માતાજીઓ, શ્રીમદ રાજચંદ્ર મિશનના ગુરુદેવ રાકેશભાઈ ઝવેરી, ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા,

ખાતમુહૂર્તની વિધિ રામકૃષ્ણદેવના પ્રણામીમંત્રના સથવારે સંપન્ન થઇ હતી.

આ પ્રસંગે ડો.દોલતભાઈ દેસાઈએ તમામને આવકારી ટ્રસ્ટની વિવિધ માનવહિતકારી પ્રવૃતિઓનો ચિતાર આપ્યો હતો, બાદ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે જણાવ્યુ કે અહીં બનનારું વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના મૂલ્યનિષ્ઠ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે

સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનને નવી દિશા આપશે, આજના જમાનાના વિદ્યાર્થીઓની દરેક સામાન્યનું સમાધાન સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોમાંથી મળશે એમાં જણાવી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, આત્મ નિર્ભરતા, આત્મજ્ઞાન, અને આત્મસંયમ જેવા ગુણોનો વિકાસ કરવા હાકલ કરી હતી.

ખાતમુટ્ઠહૂર્ત કરનારા સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજે જણાવાયું કે રામકૃષ્ણ મિશન એ રાષ્ટ્ર ઘડતરનો મુખ્ય પ્રવાહ છે અને આ એક વૈશ્વિક ભાવધારા છે, જીવનમાં મૂલ્યનો સંચાર થાય તો બહુ મોટી ક્રાંતિ આવે છે જેથી ધરમપુરમાં આર્ક પામનારું આ સેન્ટર આવનારા વર્ષોના વર્ષો સુધી આ વિસ્તારના વિદ્યાર્થીઓ મૂલ્યલક્ષી અને ચારિત્ર્યનિર્માણ પામે એવું શિક્ષણની સાથે કેળવણી પીરસતુ રહેશે.

આ પ્રસંગે સ્વામી ગુનેશ્રયાનંદજી મહારાજ (લીંબડી), સ્વામી આત્મદીપાનંદજી મહારાજ (પોરબંદર) સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ (વડોદરા) સ્વામી મંત્રેશાનંદજી મહારાજ (આદિપુર) સ્વામી પ્રભુસેવાનંદજી મહારાજ (અમદાવાદ) અને ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

આ ખાતમુહૂર્ત પ્રસંગના અનુસંધાને રવિવારની રાત્રે મોટા બજાર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં વિવેકાનંદ લાઈટ એન્ડ સાઉન્ડ શો જોઈ વિવેકાનંદમય બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રતિક કોટકે આટોપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.