રાજન ગેંગનો કુખ્યાત ગેંગસ્ટર સાધુ વેશમાં અલમોડાની જેલમાં સજા કાપતો હતો

કુખ્યાત ગેંગસ્ટરની અલમોડા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી વાપી કોર્ટમાં રજુ કરાયો-નવસારી જેલના હવાલે કરવાનો હુકમ
(પ્રતિનિધિ) વલસાડ, પહેરવેશ પરથી તો આ શખ્સ સાધુ લાગે છે પણ હકીકતમાં તો વ્યક્તિ કુખ્યાત ગેંગસ્ટર છે. જેનું નામ પ્રકાશ પાંડે ઉર્ફે પી.પી. છે જેને રાજન ગેંગ નો ગેંગસ્ટર પણ કહેવામાં આવે છે જે લાંબા સમયથી અલમોડા જેલમાં સજા કાપી રહ્યો હતો જેને અલમોડા જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો
જેના માટે વાપી કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત સુરક્ષા ગોઠવવામાં ગોઠવવામાં આવી હતી જ્યાં કોર્ટે તેને નવસારી જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. વર્ષ ૨૦૦૪ માં વાપીમાં એક ટ્રાન્સપોર્ટરના થયેલા અપહરણ અને હત્યાના મામલે આરોપી છેલ્લા કેટલાક સમયથી અલમોડા જેલમાં સજા કાપી રહ્યો હતો
આ આરોપી પર અત્યાર સુધીમાં હત્યા હત્યાનો પ્રયાસ બ્લેકમેલિંગ, દારૂની હેરાફેરી અને દાણચોરી જેવા સહિતના ૪૦થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે સાથે જ તે અનેક પોલીસ સ્ટેશનમાંથી વોન્ટેડ પણ છે એટલું જ નહીં પણ આ આરોપીએ ત્રણ વાર કરાચી જઈ દાઉદ ઈબ્રાહિમને મારવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું કહેવાય છે મનાય છે ત્યારે આખરે નામદાર કોર્ટે તેને નવસારી જેલના હવાલે કરવાનો હુકમ કર્યો હતો.