વિદ્યાર્થીની હત્યાના કેસમાં ૬ શખ્સને સાત વર્ષની કેદ

ભાવનગર, મહુવાના કાટીકડા ગામમાં પાંચ વર્ષ પૂર્વે યુવતીને ભગાડી જવામાં મિત્રને મદદ કર્યાની શંકા તેમજ ફેસબુકમાં કરેલી કોમેન્ટની દાઝ રાખી થયેલી વિદ્યાર્થીની હત્યાના કેસમાં મહુવાની સેશન્સ કોર્ટે ૬ આરોપીને ઇપીકો કલમ ૩૦૪ પાર્ટ ૦૨ મુજબ કસુરવાર ગણી સાત વર્ષની કેદ અને રોકડ દંડ ફટકાર્યાે છે.
આ બનાવની હકિત એવી છ ે કે, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાટીકડા ગામમાં રહેતા અને અભ્યાસ કરતો પ્રવીણ ગભાભાઈ ઢાપાનો મિત્ર જયદીપ મેરામભાઈની પુખ્ત વયની દીકરીને ભગાડી ગયો હતો જેમાં પ્રવીણનો હાથ હોવાની શંકા રાખી તેની અવારનવાર પૂછપરછ કરવામાં આવતી હતી.
તેમજ પ્રવીણે પોતાના ફેસબુક એકાઉન્ટમાં ‘રાણો રાણાની રીતે, કોળી સમાજનું નામ રોશન કર્યું’ એવી કોમેન્ટ મૂકી હતી તે બાબતની દાઝ રાખી ગત તા.૨૬ ફેબૂÙઆરી,૨૦૨૧ના રોજ ભાભલુ કામળિયાએ પ્રવીણ ઢાપાને ખોડુભાઇની જૂની વાડીએ સમજૂતી કરવા બોલાવ્યો હતો.
પ્રવીણ તેમના બહેન સાથે મથુરભાઈની વાડીએ જતા પાછળથી દોલુભા કામળીયાની સાથે હાલુ મોભ અને દેવકુ જાજડા બે મોટર સાઇકલ પર આવ્યા હતા અને બળજબરીથી પ્રવીણ ઢાપાને મોટરસાઇકલ પર બેસાડી મંગળુ કામળિયાની વાડીએ લઈ ગયા હતા અને બંને પગ રસ્સીથી બાંધી લાકડી અને લોખંડના પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડતા પ્રવીણ ઢાપાનું મોત નીપજ્યું હતું.
અને બનાવ હત્યામાં પરિણ્મ્યો હતો. આ બનાવ અંગે મૃતક પ્રવીણના ભાઈ મથુરભાઈ તેજાભાઈ ઢાપાએ દાઠા પોલીસ મથકમાં મહિપત મંગળુભાઈ કામળીયા, મેરા ઓઘડભાઈ કામળિયા, ભાભલુ બાબાભાઈ કામળિયા, દોલુ રાવતભાઈ કામળીયા, હાલુ ભાણભાઈ મોભ ( રહે.તમામ કટીકડા, તા.મહુવા ) અને દેવકુ ભીમભાઈ ઝાઝડા ( રહે. નાના જાદરા ) વિરૂદ્ધ દાઠા પોલીસ મથકમાં હત્યા સહિતની કલમ અન્વયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગેનો કેસ મહુવાની ચાથી એડિશનલ કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો, ૪૬ લેખિત દસ્તાવેજી પુરાવાઓ, ૨૧ મૌખિક પુરાવાઓ ધ્યાને લઈને ઉક્ત તમામ છ આરોપીઓને આઇપીસી કલમ ૩૦૪ પાર્ટ ૦૨ મુજબ કસૂરવાર છેરવ્યા હતા અને તમામને ૭ વર્ષની કેદ ફટકારી હતી.
જયારે, તેમજ દરેક આરોપીઓને રૂ.૧૦,૦૦૦ નો દંડ પણ ફટકાર્યાે હતો. આ ઉપરાંત કોર્ટે તમામ આરોપીને અન્ય કલમો હેઠળ પણ નાની મોટી સજા ફટકારી હતી.SS1MS