ટ્રાફિક નિયમોને ઉલાળિયો કરવામાં અમદાવાદીઓ અવ્વલ

નવી દિલ્હી, અમદાવાદવાસીઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ મોટી સંખ્યમાં દંડાઈ રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસના તાજેતરના ડેટા મુજબ, વર્ષ ૨૦૨૫ના પ્રથમ ૫૫ દિવસમાં અમદાવાદવાસીએ દરરોજ ૭૯.૭૬ લાખ દંડ ચૂકવ્યો હતો.
ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ ૬,૫૪,૬૫૧ મુસાફરો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા હતા. તેમની પાસેથી દંડ તરીકે ૪૩.૦૭ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. શહેરમાં દરરોજ સરેરાશ ૧૨,૧૨૩ મુસાફરોએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યાે હતો.હેલમેટ વગર ટુ વ્હીલર ચલાવવા બદલ શહેરીજનોએ સૌથી વધુ દંડ ચુકવ્યો હતો. આ ગુના બદલ ૪,૧૮,૭૭૦ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
હેલમેટ વગર વાહન ચલાવતા લોકો પાસેથી ૨૦.૯૩ કરોડ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હેલમેટ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હોવા છતાં મોટી સંખ્યામાં લોકો હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવતાં મળી આવ્યા હતા.
અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ, ઓવરસ્પીડ અને રેસિંગ પણ ગંભીર ચિંતા તરીકે ઉભરી આવ્યા હતા. કુલ ૫૭,૪૮૨ લોકો પાસેથી આવા કારણોસર ૧૦.૦૭ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું કે, શહેરના રસ્તાઓ પર જીવ જોખમમાં મૂકતા બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ રહેશે.વર્ષના પ્રથમ ૫૫ દિવસોમાં ૪૪૫૦ મુસાફરોને માન્ય લાઇસન્સ વિના વાહન ચલાવવા બદલ ૧.૦૨ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઘણા જાગૃતિ અભિયાનો છતાં, પરિણામો ઓછા રહ્યા છે.
ભય અને શિસ્ત જગાડવા માટે, અમારી પાસે કડક દંડ લાદવા સિવાય કોઈ વિકલ્પ નથી.રસપ્રદ વાત એ છે કે, ૧૦ ફેબ્›આરીના રોજ શરૂ કરાયેલી એક ખાસ ઝુંબેશમાં ૧૮૬ પોલીસ કર્મચારીઓને હેલમેટ વિના વાહન ચલાવતા પકડવામાં આવ્યા હતા.
તેમને ૯૩,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વધુમાં, આ જ ઉલ્લંઘન બદલ ૧૬૫૨ નાગરિક પોલીસ વિભાગના કર્મચારીઓને ૮૨.૯૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.SS1MS