ટેસ્લાના મસ્કની મનમાનીથી કંટાળેલા કર્મચારીઓના રાજીનામા

અમે માઇક્રોસોફ્ટ, ગૂગલ, એપલ જેવી કંપનીઓમાંથી અમારી ઊંચા પગારની ટેકનોલોજીકલ જોબ છોડી હતી.
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકન પ્રમુખના સલાહકાર ઇલોન મસ્કની મનમાનીથી તેના જ વિભાગ ડોજેના કર્મચારીઓ કંટાળવા લાગ્યા છે. તાજેતરમાં ૨૧ ટેકનિકલ કર્મચારીઓએે વિભાગમાંથી રાજીનામુ આપી દીધું છે. આ પહેલા પણ ૪૦ લોકો ડોજે છોડી ચૂક્યા છે.
જ્યારે કેટલાકનું કહેવું છે કે પ્રમુખપદની ઉમેદવાર કમલા હેરિસનું સમર્થન કરવા બદલ તેમની સામે રાજકીય બદલો લેવાઈ રહ્યો છે. ૨૧ કર્મચારીઓએ સંયુક્ત રીતે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે અમે અમેરિકન પ્રજાની સેવા કરવાના હેતુથી આ સરકારી વિભાગમાં જોડાયા હતા.
અમે તેના માટે માઇક્રોસોફ્ટ, ગૂગલ, એપલ જેવી કંપનીઓમાંથી અમારી ઊંચા પગારની ટેકનોલોજીકલ જોબ છોડી હતી.
અમેરિકન પ્રજાના જીવનધોરણ સ્તરને ઊંચે લાવવા અને ટેકનોલોજીલક્ષી અભિગમ વિકસાવવા અમે સરકાર સાથે જોડાયા હતા. હવે તે સ્પષ્ટ થઈ ગયુ છે કે અમે ડોજેના કર્તાથર્તા મસ્ક સાથે રહીને કામ કરી શકીએ તેમ નથી. તેની સાથે રાજીનામુ આપનારા લોકોએ ચેતવણી આપી હતી કે મસ્કની સાથે જોડાયેલા ઘણા બધા લોકો જરુરી કૌશલ્ય ધરાવતા નથી કે ફેડરલ ગવર્નમેન્ટમાં કેવી રીતે કામ કરાય તેનો ખાસ અનુભવ પણ ધરાવતા નથી.
સામૂહિક રાજીનામુ આપનારાઓમાં એન્જિનિયરો, ડેટા સાયન્ટિસ્ટો અને પ્રોડક્ટ મેનેજરોનો સમાવેશ થાય છે. આના લીધે હાલમાં મસ્ક અને ટ્રમ્પના ફેડરલ વર્ક ફોર્સ ઘટાડવાના અભિયાનને કામચલાઉ ધોરણે ધક્કો પહોંચ્યો છે.સરકારી નોકરીઓમાંથી એકસાથે હજારો લોકોને કાઢવાના લીધે મસ્ક અને ટ્રમ્પની સામ લગભગ ૧૮ જિલ્લાની કોર્ટાેમાં કેસ કરવામાં આવ્યા છે.
આ બતાવે છે કે ફેડરલ ગવર્નમેન્ટના કર્મચારીઓને કાઢવા તેમના માટે તેઓ માને છે તેટલું સરળ નહીં હોય.રાજીનામુ આપનારા કર્મચારીઓ યુનાઇટેડ સ્ટટ્સ ડિજિટલ સર્વિસમાં કામ કરતા હતા.