Western Times News

Gujarati News

અમદાવાદ દક્ષિણ ઝોનમાં દબાણ હટાવાયાઃ BRTS રૂટ પરથી સાત શેડ દૂર કરાયા

પ્રતિકાત્મક

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામો અને જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ શહેરના દક્ષિણ ઝોનમાં દબાણો હટાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર દક્ષિણ ઝોનમાં મણિનગર ઝોનલ ઓફિસથી મણિનગર રેલવે સ્ટેશન થઈ જવાહર ચોક, ગોવિંદવાડી, ઈસનપુર બ્રિજ, પાર્થેશ્વર ચોકથી બીબી તળાવ અને વટવા ટ‹નગ સુધીના જુદા જુદા જાહેરમાર્ગ અને બીઆરટીએસ રૂટ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી અંતર્ગત ટ્રાફિકની અવર-જવરને નડતરરૂપ સાત શેડ હટાવવામાં આવ્યા હતા અને ૧૭ લારી તથા ૭પ પરચૂરણ માલસામાન જપ્ત કરી તંત્રના ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યા હતા. સમગ્ર દક્ષિણ ઝોનમાં આડેધડ પાર્ક કરાયલા ર૭ વાહનોને લોક કરી તેમના ચાલતો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. સમગ્ર ડ્રાઈવના અંતે તંત્ર દ્વારા વિવિધ ગુનાસર કુલ રૂ.રર,પ૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ટ્રાફિક પોલીસ સાથે મળીને શહેરના અનેક વિસ્તારોમાં સંયુક્ત ડ્રાઈવ હાથ ધરી હતી અને દબાણો દૂર કર્યા હતા. તંત્ર દ્વારા ગોતા-જગતપુરના વંદેમાતરમ સિટી રોડ, ચાંદખેડાના ઓર્ચિડ રોડ, એસજી હાઈવેના ઝાયડસ હોસ્પિટલ રોડ, સ્વÂસ્તક ચાર રસ્તાથી પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડનથી અંડરપાસ સુધીનો રોડ, કેનેયુગ ચાર રસ્તાથી શ્યામ ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તાથી પી સર્કલ, ભદ્ર પરિસર અને ફૂવારા સર્કલથી પામ હોટેલ સુધીના રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

તંત્રએ લોખંડનું કાઉન્ટર, છતવાળી અને બંધ કવરવાળી ૯૪ લારી, ૩૧પ બોર્ડ-બેનર, ૧૩૧ વાંસ વળી અને તાડપત્રી તથા પ૦૬ પરચૂરણ માલસામાન મળી કુલ ૧૦૬ નંગ જેટલો સામાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત જાહેર રોડની બાજુમાં બનાવાયેલા ૧૯ શેડ પણ દૂર કરાયા હતા. કસૂરવારો પાસેથી કુલ રૂ.૧,૩પ,૬૦૦નો દંડ વસૂલાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.