મેથીના દાણાંનું સેવન પિરિયડ્સના દુખાવામાં રાહત આપે છે

પિરિયડ્સ પેઈનનો ઘરેલું ઉપચાર-મહિલાઓ મેથીના દાણાંને પલાળીને ગોળ અને આદું સાથે ખાય તો પિરિયડ્સ સંબંધિત સમસ્યાઓ ઓછી કરી શકાય છે
મહિલાઓ માટે પિરિયડનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે તેમને ઘણીવાર પરેશાન કરે છે. પરંતુ હવે આ દુખાવાથી રાહત મેળવવા માટે એક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય છે, જેને અપનાવીને પિરિયડસ દરમિયાન થતી તકલીફને ઓછી કરી શકાય છે. આ ઉપાયમાં એક ખાસ વસ્તુ છે, જે માત્ર દુખાવાથી રાહત જ આપતી નથી, પરંતુ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે- તે મેથીના દાણા છે !
મેથીનું સેવન પિરિયડ્સના દુખાવા અને અન્ય સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે. મેથીના દાણા પિરિયડ્સ દરમિયાન થતો દુખાવો ઓછો કરવામાં મદદ કેર છે. આ શરીરના બ્લડ ફલોને સુધારે છે અને દુખાવાને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. જો મહિલાઓ મેથીના દાણાને પલાળીને ગોળ અને આદુ સાથે ખાય છે, તો તે માત્ર પિરિયડ્સના દુખાવાથી રાહત જ આપતી નથી, પણ પિરિયડ્સ સંબંધિત સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે.
મેથીના દાણા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભકારી હોય છે. તેને રાત્રે પલાળીને સવારે ખાલી પેટ નવશેકા પાણી સાથે સેવન કરવાથી તે બ્લડ શુગરને બેલેન્સ કરવામાં મદદરૂપ છે.
મેથીના દાણાને કાળા તલ, આદુ વગેરે સાથે મિક્સ કરીને ખાવાથી પિરિયડ્સ નિયમિત અને દુખાવા વિના થાય છે. તેનું સેવન ખાલી પેટ કરવું વધુ ફાયદાકારક હોય છે. આયુર્વેદ અનુસાર, મેથીના દાણા એક પ્રાકૃતિક ઔષધિ છે જે પિરિયડ્સ દરમિયાન થતી અનેક સમસ્યાઓનો ઉપચાર કરવામાં મદદ કરે છે. મેથીના દાણા શરીરના અન્ય અંગો અને કાર્યપ્રણાલીમાં પણ સુધારો કરે છે, જેમ કે પાચન તંત્રને મજબુત બનાવવું અને ઈમ્યુન સિસ્ટમને વધારવામાં મદદરૂપ થાય છે.
સાચી રીતે અને યોગ્ય સમયે મેથીનું સેવન કરવાથી તે આરોગ્ય માટે વધુ અસરકાક બને છે, જેનાથી મહિલાઓને તેનો સંપૂર્ણ લાભ મળે છે. મેથીના આ ઘરેલું ઉપાય માત્ર અસરકારક જ નથી, પરંતુ તેનું સેવન પણ સરળ છે, જે કોઈપણ સાઈડ ઈફેકટ વિના પિરિયડ્સના દુખાવા અને અન્ય સમસ્યાઓથી રાહત અપાવે છે.
હાલ મેન્સ્ટ›અલ કપ પણ ખૂબ ટ્રેન્ડમાં છે ઃ પિરિયડ્સ એ એક સામાન્ય જૈવિક પ્રક્રિયા છે. દરેક છોકરી અને સ્ત્રીને લગભગ ૧ર વર્ષની ઉંમરથી પિરિયડ્સ આવવા લાગે છે. પિરિયડ્સ એ શરીરનો એક પ્રકારનો કચરો છે. જેમાં લોહી, લાળ અને પેશીઓ હોય છે. તેને બ્લીડિંગ કહેવાય છે. જે દર મહિને લગભગ ૪-પ દિવસ સુધી રકતસ્ત્રાવ દરમિયાન શરીરમાંથી બહાર આવે છે.
આવી સ્થિતિમાં છોકરીઓ અને મહિલાઓએ આ ૪-પ દિવસોમાં પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો ઈન્ફેકશનનો ભય રહે છે. આ સમયગાળા દરમિયાન સ્વચ્છતાના અભાવે મહિલાઓ અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ પિરિયડ્સ દરમિયાન સેનિટરી નેÂપ્કન અથવા પેડનો ઉપયોગ કરવો પડે છે વેલ, હવે મેન્સ્ટ›અલ કપ પણ ખૂબ ટ્રેન્ડમાં છે. આ બધું હોવા છતાં આજે પણ મોટી સંખ્યામાં મહિલાઓ તેમના પિરિયડ્સ દરમિયાન કાપડનો ઉપયોગ કરે છે.
નિયમિત પિરિયડ્સ માટે શું ન ખાવું ? ઃ ખોરાકમાંથી ફેટનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ. જેથી મેન્સ્ટ્રુઅલ સાયકલ નિયમિત રહે. જો તમારા ખોરાકમાં ઘણું બધું ઓઈલી ફૂડ હોય છે તો તેનાથી હોર્મોનમાં પરિવર્તન આવે છે અને તે તમારા પેટને અસર કરે છે. સાથે જ વધુ પડતી મીઠી વસ્તુઓ ખાવાનું પણ ટાળો. ઘણી વખત એ વાત ધ્યાને લેવાઈ છે કે જો તમે પિરિયડ્સ દરમિયાન મીઠી વસ્તુ ખાઓ છો, તો દુખાવો વધે છે.
જો તમારા ખોરાકમાં કેલરીનું પ્રમાણ ખૂબ વધારે વધે છે. તો શરીરમાં હોર્મોનનું સંતુલન બગડી જાય છે. ઘણી વખત શરીરમાં પુરુષોના હોર્મોન વધવા લાગે છે. તો તેનાથી ત્વચાને નુકસાન થવાની સાથે પિરિયડ્સ પણ અનિયમિત થઈ જાય છે. મહિલાઓએ વધારે તીખા અને વધારે ગરમ ખાદ્યપદાર્થો ન ખાવા જોઈએ. તેનાથી પિરિયડ્સ દરમિયાન રકતસ્ત્રાવ ખૂબ વધારે થઈ જાય છે અને પિરિયડ્સ લાંબા પણ ચાલે છે. જો તમે પિરિયડ્સ દરમિયાન થતી અગવડતાને ઓછી કરવા માગો છો અને તમે ઈચ્છો છો કે તમારા પિરિયડ્સ નિયમિત અને સમયસર થા યછે. તો તમારે ખોરાકમાં થોડા મહત્વના ફોર્મ્યુલાને અપનાવવા પડશે.
નિયમિત પિરિયડ્સ માટે શું ખાવું જોઈએ ? ઃ જે મહિલાઓમાં હિમોગ્લોબિન
ઓછુ હોય તેઓએ પિરિયડ્સ દરમિયાન કોથમીર, પાલક, બીટનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ સાથે પ્રોટિનયુક્ત આહાર, જેમ કે દાળ, માંડવીના બી, સોયાબીન અને વટાણા જેવી વસ્તુઓને આહારમાં ઉમેરવી જોઈએ. આ સિવાય ચીઝ વગેરે જેવી વસ્તુઓને પણ કયારેક કયારેક ખોરાકમાં લઈ શકાય છે. દરરોજ સલાડ પણ ખાવું જોઈએ. પિરિયડ્સ પહેલા અને પછી ખોરાકમાં કેટલાંક પરિવર્તન હોવા જોઈએ.
આ મામલે યુકેની નેશનલ હેલ્થ સિસ્ટમે પણ કેટલીક ગાઈડલાઈન જાહેર કરી છે. પિરિયડ્સ પહેલાં તમારુ શરીર કેટલાક પરિવર્તન જુએ છે. શરીરમાં પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન શારીરિક અને માનસિક સમસ્યાઓ જોવા મળી શકે છે. ઘણી મહિલાઓ મૂડ સ્વિંગ, ચક્કર આવવા અને ચીડિયાપણું થતું હોવાની ફરિયાદ કરતી હોય છે.
કેટલાક સંશોધન જણાવે છે કે આ સમયગાળા દરમિયાન જો દિવ્સની ૧૦૦થી ૩૦૦ કેલરી લેવામાં આવે તો પણ ચાલી શકે છે.
પિરિયડ્સમાં ફળો ખાવાથી પણ દુખાવો ઓછો થાય છે ઃ પિરિયડ્સ દરમિયાન મીઠી વસ્તુ અથવા જંક ફૂડ ખાવાનું કેવિંગ થાય છે. પરંતુ તે શરીરની જરૂરિયાત નથી. તે આપણા મુડ પર આધાર રાખે છે.
આ સમયે આપણે એવો ખોરાક ખાવા માગીએ છીએ જે આપણને ખુશી આપે. પરંતુ તેનાથી થાક, દુખાવો અને ઉંઘ ન આવવાના લક્ષણો જોવા મળે છે. કેટલાક સંશોધનોમાં એ પણ જાણવા મળ્યું છે કે ફળ ખાવાથી પિરિયડ્સ દરમિયાન અને તેની પહેલાં જે દુખાવો થાય છે તે ઘટી જાય છે.
લોકો માને છે કે આ દુખાવો ચોકલેટ ખાવાથી પણ ઓછો થાય છે. જોકે હકીકત એ છે કે ચોકલેટમાં માત્ર ડાર્ક ચોકલેટ દુખાવો અછો કરવામાં મદદ કરે છે જેમાં ૭૦ ટકા કોકા હોય છે અને ખાંડ ઓછી હોય છે. બીજી ચોકલેટ ખાવાથી ચીડિયાપણું આવી શકે છે. હન્ટ્રીઝના મતે આ સમયગાળા દરમિયાન કોફીનું સેવન પણ ઓછું કરી દેવું જોઈએ.