Western Times News

Gujarati News

કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી

નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

સંસદમાં બજેટનું બીજું સત્ર ૧૦મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે. નોંધનીય છે કે અગાઉ ૧૩મી ફેબ્રુઆરીએ વક્ફ બિલ મુદ્દે સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી છે.

અહેવાલો અનુસાર, વક્ફ સંશોધન બિલને ૧૯ ફેબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે. વક્ફ બિલ સૌપ્રથમ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું.

પરંતુ વિપક્ષના વિરોધને કારણે તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું. પાછળથી, કેટલાક સુધારાઓ પછી, જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની આ સમિતિએ સરકારને અહેવાલ સુપરત કર્યાે.ત્યારબાદ ૧૩મી ફેબ્રુઆરીએ, વક્ફ બિલ પર સંસદીય સમિતિનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો. સમિતિના અહેવાલના આધારે, વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો.

હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ બિલ બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરી શકાય છે. બજેટ સત્રનો બીજો ભાગ ૧૦મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે. જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ)એ ૨૯મી જાન્યુઆરીએ વક્ફ બિલમાં નવા ફેરફારો અંગેના રિપોર્ટને મંજૂરી આપી હતી. જેમાં પક્ષમાં ૧૫ અને વિરોધમાં ૧૪ મત પડ્યા.

ભાજપના સાંસદો દ્વારા આપવામાં આવેલા ફેરફારોનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષી સાંસદોએ અસંમતિ નોંધ રજૂ કરી હતી, અને તેને વક્ફ બોર્ડને નાબૂદ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વક્ફ બિલ અંગે વિપક્ષે અનેક વાંધો ઊઠાવ્યો હતો. આ ઉપરાંત વક્ફ બાય યુઝર જોગવાઈને દૂર કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.