Western Times News

Gujarati News

અરુણાચલ પ્રદેશમાં બનાવાશે ૧,૪૦૦ કિલોમીટરનો હાઈ-વે

નવી દિલ્હી, ચીન સરહદ નજીક કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને મોટા હાઈ-વેના નિર્માણને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી અરુણાચલ પ્રદેશના સીમાંત પ્રાંતમાં કનેક્ટિવિટી વધશે. જોકે ચીન તવાંગના નામથી અરુણાચલ પ્રદેશ પર દાવો કરતું આવ્યું છે.

આવી સ્થિતિમાં, આ મોટા પ્રોજેક્ટની જાહેરાત દ્વારા ભારતે સીધો સંદેશ આપ્યો છે. મોદી સરકારના મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.કેન્દ્ર સરકારે ચીન સરહદ નજીક એક મુખ્ય હાઇવેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે.

તે ઉપરાંત અરુણાચલ પ્રદેશનું દેશના અન્ય રાજ્યો સાથે પણ સરળતાથી જોડાણ થઈ શકશે. કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ કહ્યું કે આ પ્રોજેક્ટ પાછળ ૪૨,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઈન્ળાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે પર કેન્દ્ર સરકારે મોટી રકમના ભંડોળને મંજૂરી આપી છે.

તેમણે કહ્યું કે અરુણાચલ ળન્ટિયર હાઇ-વે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.હાલ સુધી મળેલી વિગતો અનુસાર, આ હાઇવેનો કુલ રૂટ ૧૪૦૦ કિલોમીટર લાંબો હશે અને ઘણી જગ્યાએ હાઇવે અને ચીન સરહદનું અંતર માત્ર ૨૦ કિલોમીટરનું જ હશે.

જાહેર સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ હાજર હતા. બોસીમાલા મેળાને સંબોધતા રિજિજુએ કહ્યું કે આ વિસ્તાર રાષ્ટ્રીય ધોરીમાર્ગથી દૂર છે. તેમ છતાં જો ઉપરાષ્ટ્રપતિ અહીં પહોંચ્યા છે તો તે એક મહત્વપૂર્ણ બાબત છે અને તે ઇતિહાસમાં નોંધાઈ જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.