Western Times News

Gujarati News

150 કરોડના ખર્ચે IAS-IPSના ગાંધીનગરના 110 બંગલાઓનું રીનોવેશન કરાશે

ઉચ્ચ અધિકારીઓ માટે ક-ટાઈપના ર૦ બંગલા, ખ ટાઈપના ૩૦ બંગલા અને ગ- ટાઈપના ૬૦ બંગલા બાંધવાનું આયોજન

ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ માટે ૧૧૦ બંગલા નવેસરથી તૈયાર કરવામાં આવશે-આઈએએસ-આઈપીએસ માટે નવા બંગલા બનાવવા તેમજ રીનોવેશન માટે બજેટમાં રૂ.૧પ૦ કરોડની ફાળવણી

ગાંધીનગર, ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના વસવાટ માટે દાયકાઓ પૂર્વે આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું જયારે હાલ જુના અને જોખમી આવાસો તોડીને તબકકાવાર નવા મકાનો પણ બાંધવામાં આવી રહ્યા છે નવા આવાસોના નિર્માણમાટે સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે શહેરમાં જુદી જુદી કક્ષાના આવાસ માટે રૂ.૧પ૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ત્યારે શહેરમાં આઈએએસ-આઈપીએસ સહીત ઉચ્ચ અધિકારીઓ માટે પણ બંગલા બનાવાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત બોર્ડ- નિગમના ચેરમેન માટે પણ આગામી નાણાકીય વર્ષમાં નવા બંગલા બનાવાશે સરકારી બંગલા પણ નવા બનાવવાની કામગીરી. ઉચ્ચ અધિકારીઓને ફાળવાતા જુદી જુદી કક્ષાના કુલ ૧૧૦ બંગલા તૈયાર કરવામાં આવશે.

સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગને અનુલક્ષી બજેટમાં જરૂરી જોગવાઈ કરવામાં આવી છે મુજબ ઉચ્ચ અધિકારીઓ માટે ક-ટાઈપના ર૦ બંગલા, ખ ટાઈપના ૩૦ બંગલા અને ગ- ટાઈપના ૬૦ બંગલા બાંધવાનું આયોજન કરવામાં આવશે. આ અન્વયે ક- કેટેગરીના આવાસ સર્વોચ્ચ કક્ષાના છે જે ચીફ સેક્રેટરીથી એડિશનલ ચીફ સેક્રેટરી અને પ્રિÂન્સપલ સેક્રેટરી કક્ષાના અધિકારીઓને ફાળવવામાં આવે છે.

આ ઉપરાંત આ બંગલાઓની બોર્ડ- નિગમના ચેરમેન, રાજકીય નિમણુંક અન્વયે નેતાઓને અને પૂર્વ મુખ્યમંત્રીઓને પણ ફાળવણી આવે છે આ અન્વયે જયારે સેક્રેટરી કક્ષાના અધિકારીઓને ફાળવવા ખ કક્ષાના ૩૦ બંગલા બનાવવામાં આવશે. ખ- ટાઈપના જયારે અમુક બંગલા તોડી ને નવા તેમજ કેટલાક નવા બનાવાનું આયોજન કરવામાં આવશે. રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે પ્રાથમિક ૬૩ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

ગાંધીનગરના સેકટરોમાં જોખમી આવાસો તોડવામાં આવી રહ્યા છે જયારે નવા આવાસો પણ બાંધવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક મકાનો મજબૂતીકરણ હેઠળ પણ આવરી લેવામાં આવે છે સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવતા આવાસો મામલે અગાઉ તંત્ર દ્વારા સ્ટ્રકચરલ સવે હાથ ધરાયો હતો જેના અંતે ભયજનક આવાસો તોડવાનું કામ પણ તબક્કાવાર હાથ ધરવામાં આવી રહ્યું છે જયારે સ્ટ્રકચર મજબુત હોય તેવા કિસ્સામાં આવાસનું રીનોવેશન કરવા પણ આયોજન કરવામાં આવે છે આ માટે બજેટમાં રૂ.૧.૮૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સચિવાલય સંકુલના આંતરિક વિસ્તારમાં સમયાંતરે નવીન કામગીરી હાથ ધરવામાં આવે છે જયારે હવે વિવિધ ૧૪ બ્લોક તેમજ સ્વર્ણિમ સંકુલના એલીફટીંગ માટે અલબત્ત કોર્પોરેટ લૂક આપવા માટેના પ્રોજેકટનું કામ હાથ ધરવા આયોજન કરવામાં આવય્‌ છે આ માટે કન્સલ્ટન્ટ દ્વારા ડિઝાઈન તૈયાર કરવામાં આવશે જયારે આ કાર્યયોજનાને અનુલક્ષી બજેટમાં રૂ.૧.૧ર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.