Western Times News

Gujarati News

ગંગાપુત્ર ભિષ્મ પિતામહ દ્રોપદીના વસ્ત્રાહરણની ઘટના સમયે પોતાનું કર્તવ્ય ધર્મ ચૂક્યા તે કર્મનું ફળ તેમણે ભોગવવું પડયું !

ભિષ્મ પિતામઃ એ તો ગંગાપૂત્ર હતાં અનેક વાર ગંગાજીને સ્પર્શ કરેલો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું !, છતાં તેઓ યુદ્ધ ભૂમિ પર ઘાયલ થઈને દેહ છોડયો ?! તેમને શું નડી ગયું ?!

ભિષ્મ પિતામઃ મહાન યોદ્ધા અને ગંગા માતાના પૂત્ર હતાં ! તેઓ અનેક વાર ગંગા મૈયાને સ્પર્શ કર્યાે હતો ! પરંતુ દ્રોપદીના વસ્ત્રાહરણની ઘટના સમયે પોતાનું કર્તવ્ય ધર્મ ચૂકી ગયા તે કર્મનું ફળ તેમણે ભોગવવું પડયું !

કેદીઓને ગંગા સ્નાન કરાવ્યું સારી વસ્તુ છે પણ તેથી તેઓ પાપ મુક્ત થઈ શકતા નથી ! આપણાં દેશનું ન્યાય તંત્ર પણ કર્તવ્ય ધર્મના સિધ્ધાંતો પર કામ કરે છે

“મહાકુંભ”માં પવિત્ર સ્નાન એ કરોડો હિન્દુઓની ધાર્મિક આસ્થા છે! -વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ કર્તવ્ય ધર્મની આસ્થા છે ! જયારે શ્રીમદ્દ ભગવદ્દગીતાનો સંદેશો એ સમગ્ર માનવ જાતના “એક જ ધર્મ” નો સંદેશો છે ?!

તસ્વીર શ્રીમદ્દ ભગવદ્દી ગીતામાં શ્રી ક્રિશ્ને અર્જુનને “ધર્મ યુદ્ધ” દરમ્યાન આપી રહેલા ઉપદેશની છે ! અર્જુન જયારે યુદ્ધ ભૂમિ પર ભિષ્મપિતામઃ ગુરૂ દ્રોણાચાર્જ સહિતના પરિવારજનો સામે યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે શ્રી ક્રિશ્ન કહે છે કે, “જે માનવી સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે”!! શ્રી ક્રિશ્ને કહ્યું છે કે, “તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે જ.

સ્વકર્મ ન કરવામાં પણ કદી અશકત થઈશ નહી” ! ત્યાર પછી કર્તવ્ય ધર્મ અદા કરવા અર્જુન યુદ્ધ કરે છે ! એટલે શ્રી ક્રિશ્ન કર્તવ્ય ધર્મને ધર્મ કહે છે ! બીજી તસ્વીર ગંગાપૂત્ર ભિષ્મપિતામઃ ની છે જેઓ બાણ સૈયા પર સુતા છે ! તેઓ મહાન યોદ્ધા અને ગંગા માતાના પૂત્ર હતાં ! તેઓ અનેક વાર ગંગા મૈયાને સ્પર્શ કર્યાે હતો ! પરંતુ દ્રોપદીના વસ્ત્રાહરણની ઘટના સમયે પોતાનું કર્તવ્ય ધર્મ ચૂકી ગયા તે કર્મનું ફળ તેમણે ભોગવવું પડયું !

કેદીઓને ગંગા સ્નાન કરાવ્યું સારી વસ્તુ છે પણ તેથી તેઓ પાપ મુક્ત થઈ શકતા નથી ! આપણાં દેશનું ન્યાય તંત્ર પણ કર્તવ્ય ધર્મના સિધ્ધાંતો પર કામ કરે છે હંમેશા યાદ રાખવું જોઈએ ! માટે તો ભારતનું બંધારણ પવિત્ર ગ્રંથ છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદજીનું મંતવ્ય એ સનાતન ધર્મનું પુરસ્કર્તા છે અને કર્તવ્યને દિશા આપનારૂં છે !!

બ્રિટીશ વૈજ્ઞાનિક થોમસ હેનરી હકસલે કહ્યું છે કે, “કોણ સાચું એ નહીં શું સાચું એ વધુ મહત્વપૂર્ણ છે”!! જયારે જર્મનીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈને સરસ કહ્યું છે કે, “ધર્મ વિના વિજ્ઞાન પાંગળુ છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ અંધ છે”!! અગાઉના અભ્યાસક્રમમાં બાળકો, યુવાનોને બોધ કથાના પાઠો ભણાવવામાં આવતા હતાં ! તેમાં શિક્ષકો કહેતા કે “મન ચંગા તો કથરોટ મેં ગંગા” દુનિયામાં “ધર્મ” એટલા માટે જરૂરી છે કે, તે માનવસમાજને નૈતિકતાના અભિગમનું જ્ઞાન આપે છે !

વિજ્ઞાન એટલા માટે જરૂરી છે કે, એ અંધશ્રધ્ધા પર જ્ઞાનની જયોતિ પાથરે છે ! બન્નેનું પોત પોતાનું મહત્વ છે ! પરંતુ આજે ધાર્મિક કટ્ટરવાદીઓ બૌÂધ્ધક ચર્ચામાં માનતા નથી પછી એ કોઈપણ ધર્મના કથિત ઠેકેદારે હોય !

અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે, “હું સારૂ “કાર્ય” કરૂં ત્યારે મને સારૂં લાગે અને ખરાબ કૃત્ય કરૂં ત્યારે ખરાબ લાગણી અનુભવાય એ જ મારો “ધર્મ” જયારે મહાત્મા ગાંધી કહે છે કે, “ઈશ્વરને ધર્મ હોતો નથી”! મહાકુંભના મુદ્દે આજે તમામ મિડીયા જગતમાં “ડીબેટ” ચાલે છે !

દરેક પક્ષો પોત પોતાની વાત ઉગ્રતાથી રજૂ કરે છે ! પરંતુ તેમાં બૌÂધ્ધક તર્ક કરતા ફકત “ટાઈમ પાસ” દલીલો વધારે ચાલે છે અને ચર્ચાઓ કોઈ પણ તારણ પર આવ્યા વગર સમાપ્ત થઈ જાય છે તેનું શું ?!

સનાતન ધર્મના સમર્થક અને રખેવાળ શંકરાચાર્ય સ્વામિ અવિમુકતેશ્વરાનંદજીએ પણ પ્રયાગરાજ આયોજીત મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી હતી !
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈને કહ્યું છે ને કે, “ધર્મ વિના વિજ્ઞાન પાંગળુ છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ અંધ છે”!! આ જ વાત શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદજીએ પણ કહી છે કે મહાકુંભના આયોજનમાં કરોડો હિન્દુઓની શ્રધ્ધા, આસ્થા જોડાયેલી છે !

પરંતુ તેમણે કહ્યું હતું મહાકુંભનું ભવ્ય આયોજન થયું તે પૂર્વ ગંગા નદીમાં પ્રવેશેલી પ્રદુષિતતાની સફાઈ જરૂરી હતી ! જગતગુરૂ શંકરાચાર્યાેએ સાથે મળીને ગંગા સ્નાન કરીને આસ્થાની ડુબકી લગાવી છે ! પરંતુ કહેવા જેવી જરૂરી વાત પણ પોતાનો ધર્મ સમજી સ્પષ્ટ રીતે સનાતન ધર્મના લોકો માટે કરી છે ! શંકરાચાર્ય સ્વામિ અવિમુકતેશ્વરાનંદજીએ જયોર્તિમઠના શંકરાચાર્ય છે !!

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.