Western Times News

Gujarati News

“સત્તા” માટે દરેક પક્ષ રેવડીનું રાજકારણ ખેલે છે ! પણ ટેક્ષના નાણાં મફતમાં વહેંચી નાંખવાનો રાજનેતાઓને હકક કઈ રીતે હોઈ શકે ?!

“ર્ડા. રાજેન્દ્રપ્રસાદ અને ર્ડા. ભીમરાવ આંબેડકરે બંધારણ માટે શું કહ્યું ?!” -પ્રજાસત્તાક ભારતના પ્રથમ કોંગ્રેસી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રનિતિ અને રાજનિતિ અને આજના રાજકારણનો તફાવત ભારતને કયાં લઈ જશે ?!

“સત્તા” માટે દરેક પક્ષ રેવડીનું રાજકારણ ખેલે છે ! ચૂંટાયા પહેલા કે પછી ટેક્ષ ભરનારા લોકોના નાણાં દેશમાં રોજગારના વિકાસ માટે વાપરવાને બદલે મફતમાં વહેંચી નાંખવાનો રાજનેતાઓને હકક કઈ રીતે હોઈ શકે ?!

દરેક રાજનેતાને ભુલો કરવાની આઝાદી છે પણ દેશની એકતા, અખંડિતતા અને સત્તા માટે ભાગલા પાડોને રાજ કરવાની અંગ્રેજશાહી છોડવી પડશે ?!

તસ્વીર ભારતના ત્રિરંગાની છે ! આ ત્રિરંગાની શાન જાળવવાની જવાબદારી ભારતના તમામ રાજકીય પક્ષોની છે ! દેશની એકતા, અખંડિતતા અને માનવતાનો પ્રસાર કરવાની જવાબદારી તમામ રાજકીય પક્ષોની છે ! દેશના બંધારણીય મૂલ્યો અને ન્યાયતંત્રની ગરિમા જાળવવાની જવાબદારી તમામ રાજકીય પક્ષોની છે !

પરંતુ પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલના યુગને વિસરી જનારી આજની આધુનિક રાજનિતિથી દેશને કેટલો ફાયદો થશે એ તમામ રાજકીય પક્ષોએ સંસદમાં બેસીને વિચારવાની જરૂર છે ! બીજી તસ્વીર ભારતીય સંસદની છે !

ત્રીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! ભારતની સુપ્રિમ કોર્ટ સામે આજે એટલા ગંભીર પડકારો છે કે આવા પડકારો તેની સામે કયારેય ન હતાં ! સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોની એક નાનકડી શરતચૂક દેશની એકતા અને અખંડિતતા સામે ઐતિહાસિક મુશ્કેલી સર્જી શકે છે ! પરંતુ સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોની બંધારણીય સુઝ અને લોકશાહી મૂલ્યોની ઉંડી સમજ છે ત્યાં સુધી દેશની આઝાદી કે દેશની નૈતિકતાને કોઈ ખતરો નથી !

આ પરિસ્થિતિ વચ્ચે હવે દેશમાં મજબુત વિરોધપક્ષની પણ જરૂર છે ! એ વગર લોકશાહી રાજય શકય નથી ! આથી કોંગ્રેસે ગુજરાતમાં ૮-૯ એપ્રિલ, ૨૦૨૫ ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યો છે અને ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાનો ચક્રવ્યુહ ઘડાયો છે જે કેટલો સફળ થશે એ તો સમય જ બતાવશે ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

ભારતની બંધારણ કમિટીના અધ્યક્ષ ર્ડા. રાજેન્દ્ર પ્રસાદે અને બંધારણ ડ્રાફટીંગ કમિટીના અધ્યક્ષ શ્રી ર્ડા. ભીમરાવ આંબેડકરે બધારણ રચાયા પછી આ કોંગ્રેસી નેતાઓએ કહ્યું હતું કે, “જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ “સમર્થ”, “ચારિત્ર્યવાન” અને “નિષ્ઠાવાન” હશે તો ક્ષતિયુકત બંધારણને પણ શ્રેષ્ઠ બનાવી દેશે. જો તેમનામાં આ ગુણોનો અભાવ હશે તો બંધારણ દેશને સહાયરૂપ નહીં થઈ શકે આખરે બંધારણ તો એક યંત્રની જેમ નિર્જીવ વસ્તુ છે તેને અંકુશિત કરનારા અને અમલમાં મુકનારા જ તેનામાં પ્રાણ પુરે છે”!!

આ બંધારણના રચનાકાર કોંગ્રેસી નેતાઓએ આગળ કહ્યું હતું કે, “આપણાં જીવનમાં વિવિધ મનભેદમાંથી વિધાતકમ વલણો ઉદ્દભવી રહ્યા છે આપણી વચ્ચે કોમી ભેદ, જ્ઞાતિ ભેદ, ભાષા ભેદ, પ્રાંતોનો ભેદ એમ અનેક ભેદો છે તે માટે મજબુત ચારિત્ર્ય વાળા દ્રષ્ટિવાન જુથો અને વિસ્તારોના ફાયદા માટે દેશના વ્યાપક હિતોનો ભોગ ન આપે” !! આ મહાન અને શ્રેષ્ઠ સલાહ આજે ખૂબ જ અગત્યની બની છે ! જયારે દેશના કેટલાક રાજકીય નેતાઓ સત્તા માટે દેશના બંધારણીય આદર્શાેની હત્યા કરી રહ્યા છે ! દેશના બુÂધ્ધજીવી વકીલો આત્મદર્શન સાથે જાગૃત આજે નહીં બને તો પ્રજાસત્તાક ભારત એ ફકત “સત્તાનો અખાડો” બની જશે ! એવું લાગવા માંડયું છે પણ તેમની સંખ્યા ઓછી છે !!

પ્રજાસત્તાક ભારતના પ્રથમ ચૂંટાયેલા કોંગ્રેસી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ અને નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લ્ભભાઈ પટેલે આઝાદી માટે બ્રિટીશરો સામે યુદ્ધ છેડી ચૂકેલા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયા હતા ! અને સત્તા માટે રેવડીનું રાજકારણ કે કોમવાદી કે ધર્મવાદી રાજનિતિ નહોતા કરતા માટે તો સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ જેટલા રજવાડાઓને એક કરી શકયા ! પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલ સત્તાવાંચ્છુકો નહોતા પણ ગાંધીજીના આદેશનું પાલન કરતા હતાં ! કોંગ્રેસની આ રાજનિતિમાંથી કોંગ્રેસ પક્ષ બન્યો હતો !!

દેશની આઝાદીના લડવૈયા અને દેશની એકતાના નકશીગાર તેમજ આધુનિક પ્રગતિશીલ ભારતના આ બન્ને પ્રેરણામૂર્તિઓ દેશના પ્રથમ કોંગ્રેસી સત્તાધીશો હતાં ! પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લ્ભભાઈ પટેલ પ્રખર ગાંધીવાદી હતાં ! અહિંસા, એકતા અને માનવતાના આ પ્રહરીઓ હતાં ! માટે જે તે સમયે દેશ સચવાઈ
ગયો ! અંગ્રેજોની નિતિ “ભાગલા પાડો અને રાજ કરો” ની ના ચાલી અને કટોકટી કાળમાં ભારતનું નેતૃત્વ કરી દેશને દિશા આપી !!

સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા માટે ૫૬૨ રજવાડા એક કર્યા ! એટલું જ નહીં માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે સરદારે આકાશવાણીની ઉર્દુ સેવા સજીવન કરી હતી ! ઉર્દુ ભાષામાં ખાસ સામાયિક શરૂ કરવા માટે જોહ મલિ હાબાની નામના મુસ્લીમ કવિને તંત્રી તરીકે નિયુક્ત કર્યા હતાં ! સરદાર વલ્લભભાઈને સમજવા અને ઓળખવાની જરૂર છે ! દિલ્હીમાના રમખાણગ્રસ્ત વિસ્તારમાં પટોડીના નવાબની બેગમ ફસાઈ ગયા હતાં !

ત્યારે સરદાર વલ્લ્ભભાઈ પટેલ તાબડતોબ આ મહિલાને લશ્કરની મદદથી સુરક્ષિત રાહે વિમાન માર્ગે ભોપાલ મોકલી આપેલ ! સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે, “ધર્મ”ના નામ ઉપર દેશનું આ એક વિભાજન પુરતુ છે હવે વધુ વિભાજનોને નોતરા આપવાનું પાપ આપણે ન કરીએ” !! ગૃહમંત્રી તરીકે તેમની કર્તવ્યનિષ્ઠાનો આ મહાન સંદેશો છે !!

પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસી હતાં ! ગાંધીવાદી હતાં ! તેમનું ધ્યેય દેશની એકતા અને અખંડિતતા હતું ! પંડિત જવાહરલાલ નહેરૂ આઝાદીની લડત સમયે “ભારતની શોધ” એ પુસ્તક લખ્યું હતું ! તેમણે જેલમાં ૧૦૪૧ દિવસ પસાર કર્યા હતાં ! પંડિત જવાહરલાલ નહેરૂની વિદેશ નિતિ “શાંતિદૂત” તરીકેની હતી ! “બીનજોડાણ વાદી” નિતિ હતી ! તેમણે રાજકીય મુત્સદ્દી માટે તેઓ જાણીતા હતાં !

અમેરિકામાં ટુ મેન અને જહોન એફ. કેનેડી પ્રમુખ હતાં ત્યારે જવાહરલાલ નહેરૂ અમેરિકા ગયા ! ભારત સાથોસાથ શાંતિવાદી, અલિપ્તવાદી અને સહજીવનમાં શ્રધ્ધા રાખનારો દેશ છે ! તે અમેરિકાએ સ્વીકારેલ ! જયારે પંડિત જવાહરલાલ નહેરૂ વર્ષ ૧૯૫૫ ની જુનમાં રશિયા ગયા ત્યારે રશિયાનો પણ વિશ્વાસ કેળવી રશિયા સાથે ઔદ્યોગિક સાંસ્કૃતિ સહયોગ કરી ઔદ્યોગિક ભારતનું નિર્માણ કર્યું !

આખી દુનિયા શાંતિના સ્વતંત્રતાની રક્ષા કરતા તરીકે પંડિત જવાહરલાલ નહેરૂને જોવામાં આવેલા ! રાષ્ટ્રમંત્રી તરીકે પંડિત જવાહરલાલ નહેરૂજીએ ભારતને અનેક મિત્રો મેળવી રહ્યા હતાં ! અલિપ્ત રાષ્ટ્રોનું સંગઠન બનાવી નવોદિત રાષ્ટ્રોને આધુનિક યુગના શિલ્પકાર તરીકે ઓળખાતા હતાં ! પંચવર્ષી યોજના દ્વારા આધુનિક ભારતમાં પ્રાણ પુર્યા હતાં ! આમ પંડિત જવાહરલાલ નહેરૂએ અને સરદાર વલ્લભભાઈ પટેલની ગાંધીવાદી કોંગ્રેસી તરીકે માનવતા વાદી અને વિશ્વ નાગરિકતાની ભૂમિકા હતી ! આ બન્ને કોંગ્રેસી નેતાઓએ આધુનિક ભારતનો અને ભારતીય એકતાનો પાયો નાંખ્યો હતો !!

કોંગ્રેસી નેતા તરીકે લાલબહાદુર શાસ્ત્રીએ “જય જવાન જય કિશાન” નું સૂત્ર આપી દેશને ખેતીમાં આત્મનિર્ભર બનાવ્યો અને આધુનિકતા સાથે ખેતીની દેશમાં શરૂઆત થઈ ! દેશને લશ્કરી તાકાતમાં પ્રાણ પુર્યા ! ત્યારપછી કોંગ્રેસી નેતા તરીકે શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ૧૪ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરીને પ્રજાના પૈસાને સલામતી બક્ષી ! પંજાબમાંથી આંતકવાદ નાબૂદ કરીને મહિલા વડાપ્રધાન તરીકે હિંમત દાખવી !

અમેરિકા અને રશિયા સાથે મુત્સદ્દીગીરી દાખવી અમેરિકાની ધમકી સામે ઝુકયા નહીં ! નિડર વડાપ્રધાન તરીકેની છાપ છોડી ગયા તેમાંથી થયેલી ભુલો પણ તેમણે સુધારી ફરી સત્તા પર આવ્યા !! ભારતમાં કોમ્પ્યુટર યુગની શરૂઆત શ્રી રાજીવ ગાંધીએ કરીને દેશને આધુનિક ટેકનીક તરફ દોર્યાે ! આંતકવાદ સામે શહીદ થયા !! નરસિંહરાવ, ર્ડા. મનમોહનસિંઘ જેવાઓએ દેશને આર્થિક રીતે મજબુત કર્યા ! એટલે કોંગ્રેસે આઝાદી અપાવીને દેશ પણ બચાવ્યો !!

અટલબિહારી દેશને એક ઉદારમતવાદી બાહોંશ અને વિચારશીલ બીનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે શ્રી અટલબિહારી બાજપાઈની ભૂમિકા “રાજધર્મ” ના રખેવાળ તરીકે રહી ! આંતકવાદ સામે મુત્સદ્દીગીરી દાખવી કામ લીધું !!

ભા.જ.પ. એક વિચારધારા સાથે જોડાયેલો પક્ષ છે ! આ પક્ષ જમણેરી ઉદારમતવાદી પક્ષ છે !! અને હિન્દુત્વવાદી વિચાર ધારા સાથે જોડાયેલ હોઈ, પક્ષ ધાર્મિક ધ્રુવીકરણ તરફ ઢળેલો છે ! અને તેઓ આ વિચાર ધારાને માર્ગે સત્તા પર આવેલો પક્ષ છે ! શ્રી અટલ બિહારી બાજપાઈ તેમ છતાં તેઓ વ્યક્તિગત રીતે ઉદારમતવાદી રાજનિતિજ્ઞ હતાં ! અને રાજધર્મના રખેવાળ અને પ્રખર લોકશાહીવાદી હતાં ! તેઓ કોંગ્રેસને હરાવીને સત્તા પર આવેલા સક્ષમ અને કાબેલ વડાપ્રધાન હતાં ! પરંતુ તેઓ માનવતાવાદી હિન્દુત્વવાદી નેતા હતાં ! તેઓ ભારતના અનેક સંસ્કૃતિ ધરાવતા દેશ માટે યોગ્ય વડાપ્રધાન હતાં !!

વ્યુહાત્મક હિન્દુ ઉદ્દામવાદી રાજનિતિનું મહાભારત ખેલીને કોંગ્રેસના સુપડા સાફ કરવામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભૂતપૂર્વ સફળતા મેળવીને સર્વનો સાથ સર્વનો વિકાસનું આધુનિક મનો વૈજ્ઞાનિક સૂત્ર આપીને કોંગ્રેસ પર તૃષ્ટિકરણની રાજનિતિનો મારો ચલાવી હિન્દુ સમ્રાટ તરીકે ઓળખાયા અને અનેક
મહત્વપૂર્ણ પગલા લઈ પોતાની સત્તા મજબુત કરી

ભારતીય જનતા પાર્ટી એટલે જુનો જનસંઘનો આધુનિક યુગ ! ભા.જ.પ.ને વ્યુહબાજ, અનુભવી અને ઉદ્દામવાદી નેતૃત્વની જરૂર હતી ! આર.એસ.એસ.ની વિચાર ધારાને વરેલા અને તેના પ્રચારક તરીકે નેતૃત્વની શરૂઆત કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાભાવિક રીતે જ ઉદ્દામવાદી, હિન્દુવાદી નેતા બને તેમાં કોઈ બે મત નહોતો !

ગુજરાતમાં એક તરફ શ્રી કેશુભાઈ પટેલનું નેતૃત્વ નબળુ પડતા જણાતા ભારતીય જનતા પક્ષની આર.એસ.એસ.ની લોબીએ શ્રી નરેન્દ્રભાઈ મોદી પર પોતાની પસંદગી ઉતારી ! આખરે તે રાજનિતિ સફળ થઈ !

ગુજરાતમાંથી કોંગ્રેસના સુપડા સાફ કરવાનો ચક્રવ્યુહ ઘડયો ! રામ મંદિરનો વિવાદાસ્પદ મુદ્દો ભરેલા અગ્નિ જેવો હતો તેવા સમયે હિન્દુત્વવાદમાં પ્રાણ પુરવામાં આવે તો જ ભા.જ.પ. ગુજરાતમાં જ નહીં દેશભરમાં છવાઈ જાય આનું મનોમંથન ચિંતિત અને વ્યુહાત્મક ચક્રવ્યુહ ઘડવાનું વિચારાતું હતું ત્યાં જ ગુજરાતમાં ગોધરા કાંડ સર્જાયો તેના પ્રત્યાઘાત પ્રજામાં એટલા ઘેરા પડયા કે ગુજરાતની જનતાએ મતદાન દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવ્યો ! આવું બને એ કુદરતી હતું ! રાજનિતિના અચ્છા ખેલાડી અને દુરંદેશી નિર્ણય કરવામાં કાબેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભા.જ.પ.ને ગુજરાતમાંથી સીધું કેન્દ્રમાં સત્તા પર લાવી દેવામાં સફળ થયા !!

નરેન્દ્રભાઈએ “સર્વનો સાથ સર્વનો વિકાસ” ના સૃત્ર સાથે અનેક આપેલા વચનો પાળ્યા અને દેશમાં પૂર્ણ બહુમતી વાળુ અને વિશ્વસનીયતા વાળુ શાસન આપ્યું !! પરંતુ તેમના પરથી દેશની પ્રજાએ વિશ્વાસ ગુમાવ્યો નથી ! એ જ તેમની રાજકીય મુત્સદ્દીગીરી અને રાજકીય કોઠાસૂઝની નિશાની છે !

વિરોધ પક્ષો એક થઈને પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીને હરાવી શકયા નથી ! તેમના આ એકચક્રી શાસનને હાલ કોઈ તોડી શકશે નહીં એવું અનેક રાજકીય વિસ્લેસકો અને પંડિતોને લાગે છે ! વિશ્વ કક્ષાએ પણ ભારતનું નામ ઉજાગર કરવામાં શ્રી નરેન્દ્રભાઈએ મોટી સફળતા હાંસલ કરી છે !!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.