Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલ્વેએ આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને,મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેન નં. 09411/09412 અમદાવાદ-ગ્વાલિયર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (કુલ 36 ટ્રિપ્સ)

ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 01 માર્ચથી 28 જૂન 2025 સુધી દર શનિવારે અમદાવાદથી 20.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13.00 વાગ્યે ગ્વાલિયર પહોંચશે. તેવી જ રીતેટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 2 માર્ચ થી 29 જૂન 2025 સુધી દર રવિવારે ગ્વાલિયરથી 16.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.05 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બન્ને દિશાઓમાં આણંદછાયાપુરીગોધરારતલામનાગદાઉજ્જૈનમકસીગુના અને શિવપુરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસીથર્ડ એસીસ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09411 માટે બુકિંગ 28 ફેબ્રુઆરી, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમયસ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટેમુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.