કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો

નવી દિલ્હી, બજેટના દિવસે જે રાહત મળી હતી તે હવે છીનવાઈ ગઇ છે. નવા ભાવ મુજબ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
આજથી દિલ્હીથી કોલકાતા સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૬ રુપિયાનો વધારો કરી દેવાયો છે. જોકે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના માર્ચ મહિનાનો પ્રાઈઝ ટ્રેન્ડ જોવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષાેમાં ૧ માર્ચે થનાર આ સૌથી ઓછો વધારો છે.
ઈન્ડિયન ઓઈલના પોર્ટલ પર જાહેર આંકડા મુજબ માર્ચ મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સૌથી વધુ વધારો ૨૦૨૩માં કરાયો હતો જ્યારે એક જ ઝાટકે પ્રતિ સિલિન્ડર ૩૫૨ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે બજેટના દિવસે એલપજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ૭ રૂપિયાની નજીવી રાહત અપાઈ હતી.
ત્યારે પણ ફક્ત ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડર પર જ રાહત અપાઈ હતી. જ્યારે રાંધણ ગેસ એટલે કે ૧૪ કિલોવાળા સિલિન્ડરના ભાવમાં છેલ્લે ૧ ઓગસ્ટ ૨૦૨૪થી અત્યાર સુધી કોઈ ફેરફાર કરાયા નથી.SS1MS