Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં પોલિયોના કેસોમાં વધારો, ૨૦૨૫માં બે મહિનામાં જ પાંચ કેસ નોંધાયા

ઇસ્લામાબાદ, ૨૦૨૪માં પાકિસ્તાનમાં પોલિયોના ૭૪ કેસ નોંધાયા છે. આ પૈકી ૨૭ બલુચીસ્તાનમાં, ખૈબરપુખ્તાનમાં ૨૨, સિંધ ૨૩, ૧-૧ પંજાબ અને ઇસ્લામાબાદમાં નોંધાયા છે.

જ્યારે ૨૦૨૫ના પહેલા જ બે મહિનામાં પોલિયોના ૫ કેસ નોંધાયા છે.ફેબુÙઆરીની ૨જી તારીખે કવેટામાં સરકારી તંત્ર પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

કારણ કે તેઓએ તેમનાં બાળકોને પોલિયોની રસી આપવા દેવાની ના કહી હતી. આ અંગે જાણવા મળ્યું છે કે, તે ના કહેનારાઓને એવો વહેમ છે કે આ રસીથી નપુંસકતા આવે છે. આથી આસિસ્ટન્ટ કમિશનર મારીયા શા મૌન, વેકિસન આપનારાઓની ટુકડી તથા રક્ષકો સાથે જે માતા-પિતાએ રસી અપાવવાની ના કહી હતી તેવા અન્ય ૧૫ માતા-પિતાને મળ્યા હતા અને તેઓને સમજાવી રસી અપાવી હતી.

આમ છતાં પાંચ માતા-પિતા તેવા હતાં કે તેઓ માન્યા જ નહીં તેથી તેમની અટકાયત કરાઇ હતી.વ્હુ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) જણાવે છે કે પોલિયો ઘણો ચેપી રોગ છે. તેનું વાયરસ શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે. એક જ વાહનમાં પાસે પાસે બેઠેલી વ્યક્તિઓમાં પણ પ્રસરી શકે.

(જો એકને તે વાયરસ લાગ્યું હોય તો) તે ખોરાક દ્વારા આંતરડામાં પહોંચી શકે તેથી તાવ આવે, થાક લાગે, માથુ દુઃખે, ઉલ્ટીઓ થાય, હાથ-પગ સજ્જડ બનતા જાય, ડોકના હલન-ચલનમાં મુશ્કેલી પડે. આ ચેપ પાણી અને ખોરાક દ્વારા પણ પ્રસરી શકે. તેની સૌથી વધુ અસર પગ ઉપર થાય છે.

તે રોગનો ભોગ મોટે ભાગે બાળકો જ બને છે. આથી ૫-૧૦ ટકાનાં મૃત્યુ પણ થાય છે. કારણ કે લકવાની ફેફસાં ઉપર અસર થાય છે.વિશેષતઃ (લગભગ મુખ્યતઃ) પાંચ વર્ષ કે તેથી નીચેની વયનાં બાળકોને તે ઝડપથી ઝડપી લે છે.મુશ્કેલી તે છે કે આ રોગની કોઈ દવા જ નથી. તેથી તે પહેલેથી જ અટકાવવો પડે તેમ છે. તેમાં પાકિસ્તાનમાં માતા-પિતા સહકાર આપતા નથી તે મુશ્કેલી છે તેમ વ્હુ જણાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.