Western Times News

Gujarati News

ચેમ્પિયન્સ ટ્રોફીની વચ્ચે પાક.માં મોટો આત્મઘાતી હુમલામાં ૧૦ના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન જોરદાર ધમાકો થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનના જામિયા હક્કાનિયા મદરસામાં થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં ૧૦ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. એપીના રિપોર્ટ મુજબ, જિલ્લા પોલીસ પ્રમુખ અબ્દુલ રશીદે જણાવ્યું કે આ વિસ્ફોટ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના અક્કોરા ખટક જિલ્લામાં થયો હતો. હજી સુધી કોઈપણ જૂથે જામિયા હક્કાનિયા મદરસામાં થયેલા આ હુમલાની જવાબદારી લીધી નથી.

કાઝી હુસૈન મેડિકલ કોમ્પ્લેક્સના એક ડોક્ટર્સે જણાવ્યું કે, કમસે કમ ૨૦ લોકો ઘાયલ છે અને પાંચ મૃતદેહ હોસ્પિટલમાં લાવ્યા છે. ખૈખબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંદાપુર અને રાજ્યપાલ ફૈસલ કરીમ કુંદીએ આત્મઘાતી હુમલાની ટીકા કરી છે. જેયૂઆઈએફ નેતાઓએ ઘાયલો માટે રક્તદાનની અપીલ કરી છે.આ બોમ્બ વિસ્ફોટ રમઝાન પહેલા છેલ્લા શુક્રવારે થયો હતો. સઉદી અરબમાં ચાંદ દેખાવાના આધારે મુસ્લિમોનો પવિત્ર મહિનો રમઝાન શનિવાર અથવા રવિવારે શરૂ થવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.