અંબાજી: ગબ્બર પર રોપ-વે સુવિધા ૬ દિવસ માટે રહેશે બંધ

(એજન્સી)અંબાજી,અંબાજી ગબ્બર પર રોપ-વેની તારીખ ૦૩/૦૩/૨૦૨૫થી ૦૮/૦૩/૨૦૨૫ સુધી સુવિધા ૬ દિવસ માટે બંધ રાખવામા આવશે. વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા બંધ રહેશે. અંબાજી ગબ્બર પર રોપ-વેની સુવિધા ૬ દિવસ માટે બંધ રહેશે.
વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા બંધ રહેશે. તારીખ ૦૩/૦૩/૨૦૨૫થી ૦૮/ ૦૩/૨૦૨૫ સુધી રોપ-વે રહેશે બંધ. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો પગથિયા ચઢીને ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરી શકે છે. રોપ-વેની મેન્ટનેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ સેવા ફરી શરૂ કરવામાં આવશે.