બેકમાં સર્વીસ મેનેજર તરીકે કામ કરતી યુવતી જ સાયબર ઠગાઈનો ભોગ બની

ઠગાઈના એક વર્ષ બાદ યુવતી ફરીયાદ નોંધાવવા પહોંચી
ગઠિયાએ બેંક કર્મચારી જ શિકાર બની ક્રેડીટમાં કેવાયસી કરવાનું કહી રૂ.૮૧ હજાર ચાઉં કરી લીધા
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ગીતામંદીર રોડ પાસેની ચાલીમાં રહેતી અને ખાનગી બેકમાં સર્વીસ મેનેજર તરીકે કામ કરતી યુવતી સાયબર ઠગાઈનો ભોગ બની છે. ગઠીયાએ ક્રેડીટ કાર્ડનું કે.વાય.સી. કરવાનું છે, લઈને યુવતીના ક્રેડીટ કાર્ડથી રૂ.૮૧ હજાર રોકડા મેળવી લઈ ઠગાઈ આચરી છે.
યુવતીએ સાયબર હેલ્પલાઈનમાં જાણ કર્યા બાદ એક વર્ષ બાદ કાગડાપીઠ પોલીસમાં અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરીયાદ નોધાવી છે. શહેરના ગીતામંદીર રોડ પર આવેલી માણેકપુરાની ચાલીમાં રહેતી મીનલબેન પરમાર ઉ.વ.ર૪ નામ બદલેલ છે. સીજી રોડ પર ખાનગી બેકમાં સર્વીસ મેનેજર તરીકે નોકરી કરે છે. વર્ષ ર૦ર૪માં જુલાઈના મહીના યુવતી સવારે બેકમં નોકરીર પર હાજર હતી.
ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ગઠીયાએ યુવતીને કહયું કે તમારા ક્રેડીટ કાર્ડનું કે.વાય.સી. હજી સુધી કેમ નથી કરાવ્યું અત્યારે નહી કરો તો કાર્ડ બંધ થઈ જશે અને પેનલ્ટી લાગશે તેમ કહીને ગઠીયો યુવતીને દમદાટી અપવા લાગ્યો હતો. પોતાનું કાર્ડ બંધથઈ જશે તો ઘણા બધા કામ અટવાઈ પડશે તેની બીકે યુવતીએ ગઠીયાને ક્રેડીટ કાર્ડનો નંબર આપી દીધો હતો.
ત્યારબાદ ગઠીયાએ યુવતીને વીડીયો કોલ કર્યો અને તમારો ફોટો લેવોપડશે. તેમ કહયું હતું બાદમાં ગઠીયાએ વીડીયો કોલ કરીને યુવતીના મોબાઈલ ફોનના સ્કીન શેરીગ લઈને ઓટીપી મેળવ્યો હતો અને બાદમાં યુવતીના ક્રેડીટ કાર્ડથી રૂ.૮૧ હજાર ક્રેડીટ કાર્ડથી રોકડા ઉપાડી લીધા બાદમાં ફોનો કાપી નાખ્યો હતો. બનાવ સંદર્ભે યુવતીએ તેના સહકર્મી સાથે વાત કરતા કરવામાં આવ્યું છે. જેથી યુવતીએ તાત્કાલીક સાયબર હેલ્પ દલાઈનમાં જાણ કરીને આ મામલે રજુઆત કરી હતી. ત્યારે એક વર્ષ બાદ કાગડાપીઠ પોલીસ મથકે યુવતીની ઠગાઈની ફરીયાદ નોધાવવામાં આવતા પોલીસે સાયબર ઠગાઈનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.