ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ એમેઝોન ઈન્ડિયાને રૂ.૩૩૭ કરોડનો જંગી દંડ ફટકારાયો

(એજન્સી)નવીદિલ્હી, ટ્રેડમાર્કના ઉલ્લંઘનના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઓનલાઈન માર્કેટ પ્લેસ કંપની એમેઝોન ઈન્ડીયાએ રૂ.૩૩૭ કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. દેશમાં ટ્રેડમાર્કના ઉલ્લંઘનના કેસમાં અત્યાર સુધીમાં અપાયેલું આ સૌથી વધુ વળતર છે. ટ્રેડમાં કાયદા હેઠળ કોઈ અમેરીકન કંપનીની વિરૂધ્ધ અપાયેલો આ ચુકાદો ઐતિહાસિક હોવાનું કાનુની નિષ્ણાતોનું માનવું છે.
બેવરલી હીલ્સ પોલો કલમ બીએચપીસી હોર્સ ટ્રેડમાર્કસના માલીકી ધરાવતી કંપની લાઈફસ્ટાઈલ ઈકિવટીઝ દ્વારા દાખલ કરાયેલા કેસમાં કંપનીએ દાવો કર્યો હતો. કે, એમેઝોન ઈન્ડીયા દ્વારા સમાન લોગો સાથે નીચી કિમતે વસ્તુઓનું વેચાણ કરાઈ રહયું છે. લાઈફસ્ટાઈલ ઈકિવટીઝ દ્વારા ર૦ર૦માં એમેઝોનની ભારતીય વેબસાઈટ વિરૂધ્ધ આ કેસ દાખલ કરાયો હતો. જેમાં કંપનીને જણાવ્યું હતુંકે એમેઝોન ટેકનોલોજીના દ્વારા અમારી બ્રાન્ડની નકલ કરી સમાન લોગો સાથે એમેઝોન ઈન્ડીયાથી વેબસાઈટ પર સસ્તાં દરે વસ્ત્રોનું વેચાણ કરાઈ રહયું છે.
જોકે એમેઝોને તેની સામે કરાયેલાં આક્ષેપોને નકારી કાઢયાં હતાં. એમેઝોનના ભારત અને અમેરીકાના પ્રવકતાએ આ મામલે કોઈ પ્રતીક્રિયા આપી નહોતી. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં આપેલા ૮પ પાનાનાં ચુકાદામાં નોધ્યું હતું કે, એમેઝોન દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલા લોગો અને લાઈફસ્ટાઈલ ઈકિવટીની માલીકીના મુળ લોગો વચ્ચે તફાવત પારખવો મુશ્કેલ છે.
આ મામલે એમેઝોન વિરૂધ્ધ યુનાઈટેડ કિગડમ સહીત વિવિધ ન્યાયાલયોમાં તેની વિરૂધ્ધ કેસ ચાલતાં હોવાથી બીએચપીસી માર્ક અને લોગો પર અરજદાર કંપની લાઈફસ્ટાઈલ ઈકિવટીઝનો એકસકયુલીફટી અધિકાર હોવાની બાબતથી એમેઝોન સારી રીતે વાકેફ છે. એઅક લો કંપનીના પાર્ટનર આદીત્ય ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભારતમાં ટ્રેડમાર્કના ઉલ્લંઘન કેસમાં અત્યાર સુધીમાં કરાયેલો આ સૌથી વધુ રકમનો દંડ છે. હવે ભારતની કોર્ટે આપેલા ચુકાદાને અમેરીકાની કોર્ટ દ્વારા કેવી રીતે લાગુ કરાય છે. તે જોવાનું રહેશે.