અમેરિકામાં ૨૦ હજારથી વધુ લોકોએ સરકારી નોકરી ગુમાવી

(એજન્સી)વોશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારી ખર્ચમાં સતત ઘટાડો કરી રહ્યા છે. તેમની સરકારે તાજેતરના ઇતિહાસમાં જાહેર કર્મચારીઓની સૌથી મોટી છટણીઓમાંની એક અમલમાં મૂકી છે. આના કારણે હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. આઈઆરએસ, યુએસએઆઈડી, ફેમા અને ઈપીએ જેવી મહત્વપૂર્ણ એજન્સીઓ સહિત અનેક એજન્સીઓમાં ૨૦,૦૦૦ થી વધુ સરકારી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. આ પગલાથી સરકારના કામકાજ પર મોટી અસર થવાની ધારણા છે.
એવું નથી કે ફક્ત નીચલા હોદ્દા પરના કર્મચારીઓને જ સરકારી નોકરીઓમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, પરંતુ વરિષ્ઠ અધિકારીઓને પણ નોકરી મુકવાનો સમય આવી ગયો છે. સરકારના પુનર્ગઠન પ્રયાસોના ભાગ રૂપે ઘણા વરિષ્ઠ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. મોટાભાગના વરિષ્ઠ અધિકારીઓને દૂર કરવામાં આવ્યા છે કારણ કે તેમના કારણે બજેટ બગડી રહ્યું હતું. કેટલાક લોકોને યોગ્ય રીતે કામ ન કરવાને કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ૨૦ થી વધુ વિભાગોમાંથી લોકોને છટણી કરવામાં આવ્યા છે.