ખોરાકની અછત સામે ફૂડ કેપ્સ્યુલ સંજીવની સમાન

જયારથી સ્માર્ટ ફોનનું આગમન થયું છે ત્યારથી આમ પણ લોકો પાસે સમયની અછત પેદા છે. એ વાત અલગ છે કે મોટાભાગે લોકો ફોનમાં ગળાડૂબ રહેતા હોવાથી અનેક પ્રકારની સમસ્યાઓ અને પડકારોનો સામનો બધાએ કરવો પડી રહ્યો છે. ભોજનની જ વાત લઈએ તો- અતિ વ્યસ્તતાને લીધે ઘણાં પાસે તો ભોજન લેવાનો પણ સમય નથી. એવા લોકો ભોજનને બદલે કોઈ ફૂડ કેપ્સુલ મળી જાય તો સારું તેવો આગ્રહ રાખતા થયા છે.
વેલ, આ કોઈ સારી માગ તો નથી પરંતુ આમ છતાં સંશોધનકર્તાઓ લોકોની માગ સ્વીકારી આ દિશામાં ઝડપભેર આગળ આવ્યા બજારમાં પ્રગટ કરી ફૂડ કેપ્સુલ. સંશોધનકર્તાઓની શોધને એનકેસ કરવા ફાર્માસ્યુટકલ્સ કંપનીઓ પણ પાછળ રહે તેમ નથી. જે હદે હવે દુનિયાભરમાં આ ફૂડ કેપ્સુલની ડિમાન્ડ વધી છે તે જોતાં આપણે ત્યાં પણ આવી ફૂડ કેપ્સુલની સપ્લાય વધે તો નવાઈ નહી. જે હદે લોકો પોતાના કામ અને ફોન પાછળ ઘેલા બન્યા છે જોતાં લોકો દિવસભર પૂરતો ખોરાક ખાવાને બદલે ફકત એક કેપ્સુલ ખાઈને પેટ ભરશે અને તે પૂરતું પણ હશે. એવું બને કે જીભ પર કેપ્સુલ મુકતાની સાથે જ તમારી ભૂખ તરત જ શાંત થઈ જાય. આનો અર્થ એ થયો કે એક કેપ્સુલ દિવસમાં ત્રણ ભોજન માટે ખોરાક પૂરો પાડશે.
ભૂતકાળમાં ડોકિયું કરીએ તો ફૂડ કેપ્સુલના વિચારને ૧૯૩૦ની સાયન્સ ફિકશન મ્યુઝિકલ ફિલ્મ જસ્ટ ઈમેજિનમાં દર્શાવવામાં આવ્યો હતો. એ પછી લગભગ પચાસ વર્ષ સંશોધનકર્તાઓ જાણે કોમામાં રહ્યા અને વર્ષ ૧૯૮૦ની આસપાસથી આ મામલે પ્રગતિ વધી અને ફૂડ કેપ્સુલની દિશામાં ભારે સંશોધન થવા લાગ્યું. ફૂડ કેપ્સુલ ખરા અર્થમાં શું છે તે જાણીએ તો – ખોરાક કેપસુલ- એ ભવિષ્યની ખોરાક પદ્ધતિ કહી શકાય. આમ તો સંશોધનકર્તાઓએ ફૂડ કેપ્સુલ બનાવવાનો વિચાર ભવિષ્યની ખોરાકની અછતને ધ્યાને રાખીને આવ્યો છે. વિશ્વમાં ખોરાકની આવશ્યકતા સામે અછતની સંભાવનાને જોતા આ અભિયાનને દુનિયાભરના દેશોમાં સ્વીકારી લેવાયું છે. યુદ્ધ મેદાને ફૌજીને મેદાની વિસ્તારમાં ખોરાક વગર રહેવા માટે આ ફૂડ કેપ્સુલ ભારે મદદરૂપ થઈ શકે તેમ છે. રેફયુજી કોલોનીઓમાં ખોરાકની અછતને પુરી કરવા માટે આ ફૂડ કેપ્સુલ સંજીવની સાબિત થાય તેમ છે તો જયા ંઅનાજ ઉગતું નથી તે વિસ્તારમાં આ ફૂડ કેપ્સુલ લોકોને જીવાડવા માટે આશીર્વાદ સમાન છે.
જે પ્રમાણે ફૂડ કેપ્સુલને જોવામાં આવે છ ેતે જોતા વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીની શ્રેષ્ઠ મિશ્રણનું એક ઉત્તમ ઉદાહરણ છે. કેપ્સુલમાં ખોરાકને નાના અથવા ગોળીઓની આકારમાં પેક કરવામાં આવે છે, જેમાં પોષક તત્વો, વિટામિન, ખનીજ અને જરૂરિયાતના તમામ ખોરાક તત્વો સામેલ હોય છે. ખોરાક કેપ્સુલની મુખ્ય જરૂરિયાત છે કે તે વ્યક્તિઓ માટે સરળ, ઝડપી અને પોષણયુકત ખોરાક પ્રદાન કરે. તબીબોના રેફરન્સ વિના આ કેપ્સુલ મળવી મુશ્કેલ છે. આથી જે લોકોને આ કેપ્સુલની માગ છે તેઓએ તબીબી રેફરન્સ લેવો આવશ્યક છે અન્યથા ફાર્મસીમાંથી આ ટેબ્લેટ મળવી મુશ્કેલ છે હા, જેઓ સ્વાદ રસિયા છે તેઓ માટે આ ટેબ્લેટ નકામી છે.
યુધ્ધમાં ફૌજીને ખોરાક વગર રહેવા માટે આ ફૂડ કેપ્સ્યુલ ભારે મદદરૂપ થઈ શકે તેમ છે