હવે કર્મચારીઓના પગાર AI ટેક્નોલોજીની મદદથી નક્કી કરાશે

નવી દિલ્હી, ભારતમાં સેલેરી અને કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં બદલાવ આવવાનો છે. હવેથી સેલેરી નક્કી કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થવાનો છે.
મોટી કંપનીઓ આવનાર ૩-૪ વર્ષમાં એઆઈ બેસ્ટ પ્રિડિક્ટર મોડલ અપનાવીને સેલેરી પેકેજ નક્કી કરશે. જાણીતી કંપનીના રિપોર્ટ અનુસાર, ૧૦માંથી ૬ કંપનીઓ કર્મચારીઓની સેલેરી અને ઈન્સેન્ટિવ વિશે નિર્ણય લેવા માટે એઆઈનો ઉપયોગ કરવા ઈચ્છુક છે.
પગાર નક્કી કરવાની સાથે જ રિયલ-ટાઈમ પે ઈક્વિટી એનાલિસિસ અને કસ્ટમાઈઝ્ડ બેનિફિટ્સ માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે.
આ સાથે જ આવનારા સમયમાં કંપનીઓ ફિક્સ્ડ સેલેરી સ્ટ્રક્ચરથી હટીને એઆઈ આધારિત પૂર્વાનુમાન અને રિયલ ટાઈમ સેલેરી રિવિઝનની તરફ આગળ વધશે.
ઘણી વખત આરોપ લાગતા હોય છે કે, એચઆર મેનેજરો દ્વારા વ્હાલાદવલાની નીતિના આધારે અમુક કર્મચારીઓને પગારમાં વધારો મળે છે. જ્યારે, ઘણા મહેનતી કર્મચારીઓ રહી જાય છે. એઆઈ પગાર નક્કી કરવાની રીતને વધુ પારદર્શક બનાવે છે. બ્લોકચેન અને સ્માર્ટ કોન્ટ્રેક્ટ પગાર ચુકવણીને સુરક્ષિત અને ઓટોમેટેડ બનાવી રહ્યાં છે.
એઆઈ ટેકનોલોજીએ સેલેરી નક્કી કરવાની પ્રણાલીની બહાર નવી શક્યતાઓ ખોલી છે. પગાર અને બોનસ નક્કી કરવા માટે ૨૦૨૮ સુધીમાં એઆઈની ભૂમિકા જોવા મળશે. ભારતમાં ૨૦૨૫માં સરેરાશ પગાર વધારો ૯.૪ ટકા રહેવાની સંભાવના છે.
જેમાં, ઈ-કોમર્સમાં ૧૦.૫ ટકા, ફાઈનેંશિયલ સર્વિસિઝમાં ૧૦.૩ ટકા, ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સમાં ૧૦.૨ ટકા, આઈટીમાં ૯.૬ ટકા અને આઈટી-ઈનેબલ્ડ સર્વિસિઝમાં ૯ ટકાનો પગાર વધારો થશે.
આ સિવાય રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ૨૦૨૩માં ૧૮.૩ ટકાની સરખામણીમાં ૨૦૨૪મા ૧૭.૫ ટકા કર્મચારીઓ કંપની છોડી છે. જે દર્શાવે છે કે, આર્થિક સ્થિરતા જાળવવા અને ટેલેન્ટને બચાવવા માટે કંપનીઓ પ્રતિબદ્ધ બની છે.SS1MS