Western Times News

Gujarati News

કુંભ મેળા વિશે લખેલો સ્ટીવ જોબ્સનો લેટર ૪.૩૨ કરોડ રૂપિયામાં વેચાયો

નવી દિલ્હી, માર્ક ઝકરબર્ગની હૂડી અને સ્ટીવ જોબ્સની બો ટાઇને અધધ કહેવાતી કિંમતે વેચવામાં આવી છે. જોકે સ્ટીવ જોબ્સ દ્વારા કુંભ મેળા વિશે લખવામાં આવેલો લેટર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ દ્વારા ૨૦૧૦માં ઘણી વાર જે બ્લેક હૂડી પહેરવામાં આવી હતી, એ અત્યારે અંદાજે ૧૫૮૭૫ અમેરિકન ડૉલર એટલે કે ૧૪ લાખ રૂપિયાની આસપાસ વેચવામાં આવી છે.

લોસ એન્જલસમાં અત્યારે જ એક હરાજી રાખવામાં આવી હતી, જેમાં જાણીતી સેલિબ્રિટીઝના કપડાંની હરાજી કરવામાં આવી હતી.ટાઇમ મેગેઝિન દ્વારા માર્ક ઝકરબર્ગને પર્સન આૅફ ધ યરનું બિરુદ આપવામાં આવ્યું હતું, ત્યારે તેણે જે હૂડી પહેરી હતી, એની અંદાજિત એક હજાર અમેરિકન ડૉલર એટલે કે ૮૭૦૦૦ રૂપિયાની આશા રાખવામાં આવી રહી હતી.

જોકે હરાજી જેવી શરુ થઈ કે લોકો એ આ માટે એક પછી એક બોલી લગાવવાની શરુ કરી હતી. આ કિંમત અંતે ૧૫૮૭૫ અમેરિકન ડૉલર એટલે કે ૧૪ લાખ રૂપિયા પર જઈને અટકી હતી.આ હરાજીમાં જેણે આ હૂડી ખરીદી છે, તેના માટે માર્ક ઝકરબર્ગ દ્વારા એક નોટ લખીને મોકલવામાં આવી હતી. આ હૂડી ખરીદનારને એની આશા નહોતી, પરંતુ માર્ક દ્વારા તેના માટે આ સ્પેશ્યલ નોટ મોકલવામાં આવી છે.

આ નોટમાં લખ્યું છે કે ‘આ મારી ઓલ્ડ-સ્કૂલ ફેસબુક હૂડી છે. શરુઆતના દિવસોમાં હું આ હૂડી ઘણી વાર પહેરતો હતો. અમારું ઓરિજિનલ મિશન જે હતું, એનો સ્ટેટમેન્ટ લોગો આ હૂડીની અંદરની લાઇનિંગ પર લખવામાં આવેલો છે. એન્જોય. – માર્ક ઝકરબર્ગ’એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સ દ્વારા તેમની સિગ્નેચર બો ટાઇ પણ આ હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ બો ટાઇની કિંમત પણ એક હજાર ડૉલર અંદાજવામાં આવી રહી હતી

જોકે સ્ટીવ જોબ્સની ગ્રીન વિલ્કસ બેશફોર્ડ બ્રેન્ડની બો ટાઇ, જેમાં પિન્ક સ્ટ્રાઇપ છે, એ હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્ટીવ જોબ્સ દ્વારા આ ટાઇ ૧૯૮૪માં મેકિન્ટોશ કોમ્પ્યુટરના લોન્ચ દરમ્યાન અને ૧૯૮૩માં એસ્પેનમાં યોજાયેલી કોન્ફરન્સમાં પહેરવામાં આવી હતી. આ સાથે જ ૧૯૮૪ની શેરહોલ્ડર મીટિંગ્સમાં પણ તેમણે એ બો ટાઇ પહેરી હતી.

આ બો ટાઇની હરાજી શરુ થતાં જ જોતજોતમાં એની કિંમત ખૂબ જ ઊંચાઈએ પહોંચી ગઈ હતી. ૩૫૭૫૦ અમેરિકન ડૉલરમાં એટલે કે ૩૧ કરોડ રૂપિયામાં આ બો ટાઇ ખરીદવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.