Western Times News

Gujarati News

બાંધકામના વિવાદમાં તાલાલા નગરપાલિકાને હાઇકોર્ટની ફટકાર

અમદાવાદ , હાઇકોર્ટ સમક્ષ થયેલી એક રિટ પિટિશનમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામના વિવાદમાં તાલાલા નગરપાલીકાનો હાઈકોર્ટે ઉધડો લીધો હતો અને એક તબક્કે ન.પા.ના ચીફ ઓફિસરને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કર્યાે હતો.

આ કેસ અંગે જાણવા મળતી વિગતો મુજબ તાલાલા નગરપાલીકાની હદમાં આવેલા રેસીડેન્સી વિસ્તારમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ બાબત ગીર સોમનાથ જિલ્લાથી ગાંધીનગર સુધી અનેક મૌખિક રજુઆતો પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતિના તાલાલા તાલુકાના પ્રમુખ અને એક પત્રકાર ઇરફાન ભાંગાણી દ્વારા કરવામાં આવેલ હતી.

પંરતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં છેલ્લે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં એડવોકેટ પ્રશાંતભાઇ ચાવડાએ અરજદારો તરફથી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. એડવોકેટ પ્રશાંત ચાવડાએ કોર્ટને જણાવ્યું હતું કે,‘રહેણાંક વિસ્તાર હોવા છતાંય વિવાદીત સ્થળે કોમર્શિયલ બાંધકામ બનાવી કાઢવામાં આવ્યું હતું.’

હાઇકોર્ટે રિટમાં એવો સવાલ કર્યાે હતો કે નગરપાલિકા તરફથી કોણ ઉપસ્થિત થયા છે, આ મામલે તમારે કાર્યવાહી કરવી જ પડે. આ બાબતના જવાબદાર અધિકારી કોણ છે? ચીફ ઓફિસર એ વ્યક્તિ છે કે તેની વૈધાનિક જવાબદારી બને છે. તે કોઇ પણ સહી કે કોઇ નામ લખ્યા વિના નોટિસ પાઠવે એ વ્યક્તિ કેવી રીતે ચીફ ઓફિસર હોઇ શકે? કોર્ટ આ મામલો મેરિટ ઉપર ચલાવશે.

જો ચીફ ઓફિસર આ રીતે પોતાની સત્તાનો ઉપયોગ કરતાં હોય તો શું એ યોગ્ય છે?’ત્યારબાદ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,‘અરજદાર તાલાલા નગરપાલિકાના રહેવાસી છે અને ગેરકાયદેસર બાંધકામ મુદ્દે તેમણે સંબંધિત ઓથોરિટી સમક્ષ જાણ કરી વાંધા ઉઠાવ્યા હતા.

પરંતુ આ ગેરકાયદેસર બાંધકામ ફાયર સેફ્ટી કે પાર્કિંગની વ્યવસ્થા વિના મંજૂર કરી દેવાયું હતું. હાલમાં જ ચીફ ઓફિસર દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી હતી અને વિવાદીત પ્રોપર્ટીને ડેવલપમેન્ટ પરમિશન વિનાની હોવાનું કહેવામાં આવ્યું હતું.

આરટીઆઇમાં અરજદારે માહિતી મેળવી હતી અને એમાં આ નોટિસમાં કોઇના નામનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નહોતો. આ મામલે ઓથોરિટી દ્વારા સોગંદનામું કરીને સ્પષ્ટતા કરવામાં આવે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.