Western Times News

Gujarati News

સમય રૈના મુદ્દે સુપ્રીમ બગડી

મુંબઈ, ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં અભદ્ર ટિપ્પણીઓ બદલ ચાલી રહેલા કેસ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે યુ-ટ્યૂબર રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની તેમજ સમય રૈનાને ખખડાવ્યા હતાં. તેમજ સમય રૈના કેનેડા ભાગી જતાં તે પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજતો હોવાનું નિવેદન આપ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વિવાદ સાથે જોડાયેલા ચાર લોકોમાંથી એક કેનેડા ભાગી ગયો છે, આ યંગ જનરેશન પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજે છે.

રિપોર્ટ અનુસાર, જસ્ટિસ સૂર્યકાંતે સમય રૈનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘તે કેનેડા ભાગી ગયો છે, અને ત્યાં જઈને આ મામલે વાતો કરી રહ્યો છે. આ યંગ જનરેશન ઓવરસ્માર્ટ છે. કદાચ તેમને કોર્ટના અધિકારોની ખબર નથી. તેઓ કોર્ટની તાકાતને પણ ઓળખતા નથી.

જસ્ટિસની આ વાત પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ સહમતિ દર્શાવતા કહ્યું કે, ‘હા, તે વિદેશ ભાગી ગયો છે અને ત્યાં જઈ કોર્ટની કાર્યવાહીની મજાક ઉડાવી રહ્યો છે.’

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કોર્ટે રણવીર અલ્લાહાબાદિયાને પોતાનો શો પ્રસારિત કરવા મંજૂરી આપી છે. તેમજ સલાહ આપી છે કે, શોમાં કોર્ટની વિચારાધીન બાબતોની ટિપ્પણી કરી શકશે નહીં. તેમજ વાણી સ્વાતંર્ત્યનો દુરૂપયોગ પણ કરી શકશે નહીં.

રમૂજ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો જરૂરી નથી.જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે, ‘આજકાલના યુવાનો પોતાને ઓવર સ્માર્ટ સમજે છે.

તેમને લાગે છે. તેમને બધું જ જ્ઞાન છે, પરંતુ અમને તેમના જેવા લોકોને હેન્ડલ કરવા આવડે છે.’ જસ્ટિસની આ ટિપ્પણી પર અલ્લાહાબાદિયાના વકીલે કહ્યું કે, ‘આ પ્રકારની ટિપ્પણી કરનારા શખસ (સમય રૈના) સાથે તેના અસીલ (રણવીર)ને કોઈ સંબંધ નથી.’સમય રૈના હાલ કેનેડામાં છે અને ત્યાં તેણે તેના શો ‘સમય રૈના અનફિલ્ટર્ડ ટૂર’માં વલ્ગર કોમેડી વિવાદ અને રણવીર અલ્હાબાદિયા કેસ અંગે ચાલી રહેલી કોર્ટ કાર્યવાહીનો ઉલ્લેખ કર્યાે હતો.

સમય રૈનાના ફેન શુભમ દત્તાએ ફેસબુક પર પોસ્ટ કરીને શો દરમિયાન પોતાનો અનુભવ શેર કર્યાે હતો અને સમય રૈનાના ખૂબ વખાણ પણ કર્યા હતા. જો કે, બાદમાં તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકોએ તેને શેર કરી દીધી હતી.આ શો દરમિયાન સમય રૈનાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયા હતા.

રૈનાએ કહ્યું હતું કે, ‘આ શોમાં ઘણાં એવા પ્રસંગો આવશે, જ્યાં તમને લાગશે કે હું ખૂબ જ રમૂજી વાત કહી શકું છું, પરંતુ પછી બિયરબાયસેપ્સ યાદ આવે છે.’

વાત એમ છે કે, રણવીર અલ્હાબાદિયાને બિયર બાઈસેપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમય રૈનાએ પણ કહ્યું હતું કે, ‘કદાચ મારો સમય ખરાબ છે, પરંતુ મિત્રો યાદ રાખો, હું સમય છું.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.