પ્રીતિ ઝિન્ટા માતા સાથે પહોંચી કાશી વિશ્વનાથ મંદિર

મુંબઈ, બોલીવુડની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યા બાદ તેની માતા નીલપ્રભા ઝિન્ટા સાથે મહાશિવરાત્રી નિમિત્તે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત શેર કરી હતી.
પ્રીતિ ઝિન્ટા માતા સાથે મંદિર પહોંચી હતી, પરંતુ એ દિવ્ય અનુભવને તાજેતરમાં શેર કરતા મહત્ત્વની વાત જણાવી હતી.વીઆઈપી સેવાઓ નહીં હોવાથી પ્રીતિએ ઓટો-રિક્ષા, સાઈકલ રિક્ષાનો ઉપયોગ કર્યાે હતો.
આજે પ્રીતિએ એક્સ પર લખ્યું હતું કે તેની યાત્રાના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા અને સાથે તેણે પ્રયાગરાજથી વારાણસી સુધીની ડ્રાઈવ દરમિયાન રસ્તાઓ પર ભીડને કારણે વાહનોને કેવી રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા એના અંગે જણાવ્યું હતું. જોકે, પાછા ફરવાને બદલે પ્રીતિ અને તેની માતાએ જાહેર પરિવહનનો ઉપયોગ કરીને ભક્તો સાથે પગપાળા મુસાફરી ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું.
આ પ્રવાસ ખૂબ સાહસિક રહ્યો હતો. મારી મમ્મી શિવરાત્રી માટે વારાણસીમાં અમારો મહાકુંભનો પ્રવાસ પૂરો કરવા માગતી હતી, તેથી હું તેને લઈને કાશી ગઈ હતી.
અમે ત્યાં પહોંચ્યા પછી અમને જાણવા મળ્યું કે ભારે ભીડને કારણે કારની એન્ટરીને મંજૂરી આપવામાં આવતી નહોતી અને રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા, જેથી લોકો કાશી વિશ્વનાથ મંદિરમાં ચાલીને દર્શન કરી શકે, તેથી અમે કાર, આૅટો-રિક્ષાથી લઈને સાઈકલ રિક્ષા સુધી અમે આ બધાનો અનુભવ લીધો, અમે ભીડમાં પણ ચાલ્યા હતા.બોલીવુડ સેલિબ્રિટીએ ફૈંઁ વિશેષાધિકારો વિના મંદિરમાં આરતીમાં હાજરી આપી હતી.
માત્ર એક ઝલક જોવા છતાં પ્રીતિ ઝિન્ટાએ સમગ્ર અનુભવની જોરદાર પ્રશંસા કરી હતી અને પોતાની જિંદગી માટે સકારાત્મક સંકેત ગણાવ્યા હતા.પ્રીતિએ વધુમાં જણાવ્યું હતું કે મેં મારી મમ્મીને આટલી ખુશ ક્યારેય જોઈ નથી.
તે ગ્લો કરતી હતી. તેને જોઈને મને સમજાયું કે સૌથી મોટી સેવા ભગવાનની નહીં પણ આપણા માતા-પિતાની છે. દુઃખની વાત એ છે કે જ્યારે આપણે માતા-પિતા બનીએ ત્યારે જ આપણે તેમની કિંમત સમજીએ છીએ.
પ્રીતિએ તેના પતિ, લોસ એન્જલસ સ્થિત નાણાકીય વિશ્લેષક જીન ગુડઈનફ સાથે જોડિયા બાળકો છે. વર્ક ળન્ટની વાત કરીએ તો પ્રીતિ રાજકુમાર સંતોષીની લાહોર ૧૯૪૭ સાથે સિલ્વર સ્ક્રીન પર પરત ફરવા માટે તૈયાર છે. પ્રીતિની લોકપ્રિય ફિલ્મોમાં ‘કલ હો ના હો’, ‘સોલ્જર’, ‘ચોરી ચોરી ચૂપકે ચુપકે’ અને ‘સંઘર્ષ’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે.SS1MS