CA ઈન્ટરમિડીયેટ પરિક્ષામાં દેશનાં 50 ટોપરોમાં અમદાવાદના 4 પાટીદાર

અમદાવાદની વિધિ તલાટી ઓલ ઇન્ડિયામાં ૧૨માં નંબરે
(એજન્સી)અમદાવાદ, સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશનની પરીક્ષાનાં પરિણામો જાહેર થયા છે. આ પરિણામોમાં ઈન્ટરમિડીયેટમાં દેશનાં ૫૦ ટોપરોમાં અમદાવાદનાં ૧૧ વિદ્યાથી બાજી મારી છે.
જેમાં અમદાવાદ સેન્ટરમાં અભ્યાસ કરતી વિધિ તલાટી દેશમાં ૧૨મા ક્રમે આવી છે. ધી ઈÂન્સ્ટટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જાન્યુઆરી ૨૦૨૫માં લેવાયેલી સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
સીએ ઈન્ટરમિડીયેટની પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીની વિધિ તલાટીએ દેશભરમાં ૧૨મો ક્રમાંક મેળવ્યો છે. સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં દેશનાં ૫૦ ટોપરોમાં અમદાવાદનાં ૧૧ વિદ્યાથીઆર્ેનો સમાવેશ થાય છે. આ અંગે માહિતી આપતા આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, આઇસીએઆઈ દ્વારા સીએ ઈન્ટરમિડીયેટ અને ફાઉન્ડેશનનાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
સીએ ઈન્ટરમિડીયેટ પરીક્ષામાં બંને ગ્રુપોનું પરિણામ ૧૪.૦૫ ટકા, ગ્રુપ ૧નું પરિણામ ૧૪.૧૭ ટકા અને ગ્રુપ-૨નું પરિણામ ૨૨.૧૬ ટકા આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં ભારતનું પરિણામ ૨૧.૫૨ ટકા આવ્યું છે. જે સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧૯.૬૭ ટકા હતું.