ઝેલેંસ્કીને મદદ કરવા યુરોપિયન દેશો આર્થિક-લશ્કરી સહાય કરવા તૈયાર?

બ્રિટન-કેનેડા સૈનિકોને યુધ્ધ મેદાનમાં ઉતારે તેવા દિશા નિર્દેશ-ટ્રંપ- ઝેલેંસ્કી વચ્ચે તડાફડી તથા યુરોપિયન દેશોની એંટ્રી નાટ્યાત્મક ઘટનાક્રમ
નવી દિલ્હી, આર્થિકલક્ષ્ય સિધ્ધ નહી થાય તો ત્રીજુ વિશ્વયુધ્ધ નકકી મનાય છે. હાલમાં વૈશ્વિક કક્ષાએ રશીયા- યુક્રેન યુધ્ધ ચાલી રહયુ છે. ગાઝામાં હમાસ સામે ઈઝરાયલ ફરીથી હુમલો શરૂ કરી દેશે. ત્યાં ચીને-તાઈવાન સામે ખાંડા ખખડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. યુક્રેન સામે અમેરિકાની નારાજગી જગજાહેર છે અચાનક યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેંલેસ્કીને ટ્રંપે ખખડાવ્યા અને તે પણ મિડીયા સામે તે બંધ બેસતુ નથી.
બીજી તરફ ઝેલેંસ્કી સીધા બ્રિટન પહોંચી ગયા અને મદદ માંગતા બ્રિટન- યુરોપિયન યુનિયનના લગભગ ૧૮ દેશો યુક્રેનના મામલે ટેકો કરવા તૈયાર થયા છે આ આખો ક્રમ જાણે કે નાટયાત્મક લાગે છે. યુક્રેનની સહાય માટે બ્રિટન સહિતના દેશોએ લગભગ તૈયારી બતાવી છે.
આર્થિક સહાયની સાથે સાથે લશ્કરી સહાયની વાત પ્રકાશમાં આવી છે. કદાચ બ્રિટનના સૈનિકોને રશિયા સામે યુક્રેનમાં સીધા યુધ્ધમાં ઉતારે તેવી વાત ચાલી રહી છે
તો કેનેડાના વડાપ્રધાને પણ યુક્રેન યુધ્ધમાં સૈનિકોને મોકલવા દિશા નિર્દેશ આપ્યો છે. જો આમ થશે તો યુરોપિયન દેશો- રશિયા વચ્ચે સીધી જંગના મંડાણ થશે. રશિયાની મિસાઈલો યુક્રેનની સાથે યુરોપિયન દેશો તરફ મંડાશે. હકીકત એ છે કે યુરોપિયન દેશોને યુધ્ધ પોષાય તેમ નથી. અને ન તો રશિયાને લાંબુ યુધ્ધ પોષાય તેમ નથી. આ પરિસ્થિતિમાં અમેરિકાનું વલણ કેવુ રહેશે તે જોવાનું રહેશે.
અમેરિકા સીધી યા આડકતરી રીતે રશિયા સામેના યુધ્ધમાં યુક્રેનને સહયોગ કરશે કે કેમ? તે પણ સૂચક છે હાલમાં ટ્રંપ ગુસ્સામાં છે બધાને એક લાકડીએ હાંકવાના મૂડમાં છે. પરંતુ થોડા સમય પછી અમેરિકાને સમાધાનની ફોર્મ્યુલા પર પાછુ આવવુ પડે તેમ છે. અમેરિકાનું મુખ્ય દુશ્મન ચીન છે ચીન સાથે તેને વ્યાપારિક હરિફાઈ છે. પરંતુ અત્યારે વૈશ્વિક રાજકારણ અટપટું ચાલી રહયું છે.
અમેરિકાના રશિયા સાથે સંબંધોમાં સકારાત્મક ફેરફાર આવ્યો છે તેને જોતા શું અમેરિકાનું વલણ ચીન સામે બદલાશે ? આ પ્રશ્ન પણ ઉદ્ભવી રહયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી પાસે (યુક્રેન પાસે) અખૂટ ખનીજ સંપત્તિ છે. હાલમાં યુક્રેન તરફથી અમેરિકાએ યુધ્ધ સહિતનો જે ખર્ચ કર્યો છે તેને અમેરિકા પાછો માંગશે. તેવી જ રીતે યુરોપિયન યુનિયન દેશો યુધ્ધ ખર્ચ કરશે તે યુક્રેન પાસેથી વસૂલશે તેવુ કહેવુ ભુલ ભરેલુ નથી.
કારણ કે યુક્રેન પાસે અગાઉ જણાવ્યુ તેમ અખૂટ ખનીજ સંપત્તિ હોવાના અહેવાલો બહાર આવ્યા છે. એટલે બધા દેશની નજર યુક્રેન પર છે. રશિયાની નજર પણ એટલે જ યુક્રેન પર હતી. નાટો દેશ તો બહાનુ હતું કારણ કે હજુ યુક્રેનનો નાટોમાં સમાવેશ થયો નથી તો પછી સમાધાનની ફોર્મ્યુલા કેમ અમલમાં આવતી નથી ? રશિયાએ યુક્રેનના મોટાભાગના વિસ્તારો પર કબજો જમાવ્યો છે.
ટ્રંપે પણ હમણા ઝેલેંસ્કીને સ્પષ્ટ આ વાત જણાવી હતી હવે, યુરોપિયન દેશો યુક્રેનને મદદ કરવા આગળ આવ્યા છે. યુક્રેનને તો બધી રીતે નુકસાન છે તે રશિયા સાથે યુધ્ધને કેમ આગળ વધારવા માંગે છે તે મોટો કોયડો છે
સંભવતઃ યુક્રેન રશિયાને આર્થિક રીતે વધારે નુકસાન થાય તેવુ ઈચ્છતુ હોઈ શકે છે હવે જોવાનું એ રહે છે કે બ્રિટન સહિતના દેશો રશિયા સામે યુક્રેનની ભૂમિ પર સીધા યુધ્ધમાં ઉતરે છે કે પછી માત્ર આર્થિક સહાય કરીને સાઈડમાં રહીને રોઈફ પેસેજ મેળવે છે.