પોરબંદરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું ભર્યું

પોરબંદર, પોરબંદરમાં વ્યાજખોરોના આતંકને કારણે એક યુવાને તેની દુકાનમાં પહેલા ઝેરી દવા પીધી હતી અને ત્યારબાદ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા મૃતકના પત્ની દ્વારા આ બનાવમા પતિને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાવાયો છે.
પોરબંદરના છાયા-નવાપરાના માસતિનગરના ચાર રસ્તા પાસે રહેતા અને વનાણા ખાતે આવેલી સિગ્મા સ્કૂલમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી કરતા હીનાબેન યોગેશભાઇ ફાટક નામના ૪૫ વર્ષના મહિલા દ્વારા કીતિમંદિર પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે.
જેમાં એવુ જણાવાયું છે કે, તેના પતિ યોગેશભાઈ અનિલભાઈ ફાટક ગાયવાડી વિસ્તારમાં બેન્ક ઓફ બરોડા સામે ગજાનંદ સેલ્સ સ્ટેશનરી નામની દુકાન ધરાવતા હતા અને વર્ષ ૨૦૨૦માં યોગેશભાઇએ તેના જાણીતા એવા રાવલીયાપ્લોટમાં રહેતા કિશોરભાઇ વલ્લભદાસ પાંઉ પાસેથી પાંચ લાખ સપિયા બે ટકા વ્યાજે લીધા હતા.
ફરીયાદી હીનાબેન ફાટકે ફરિયાદમાં એવુ જણાવ્યુ છે કે તેઓ સાંજના તેમના પતિ યોગેશ સાથે વોકીંગમાં જતા હતા ત્યારે યોગેશભાઇ દ્વારા ઉદાહરણ આપવામાં આવતુ હતુ કે ‘જ્યોતિબેનના પતિ મૃત્યુ પામ્યા છે તેને ચાર દિકરી છે તેમ છતાં જ્યોતિબેન એકલા હેન્ડલ કરે છે એ જ રીતે તારી ઉપર પણ કોઇ મુસીબત આવે તો તું પણ હેન્ડલ કરી લેજે’ તેમ કહેતા હીનાએ તેના પતિને, ‘આવા વિચાર ના કરો આપણી લાઇફમાં કંઇ થવાનું નથી.’
તેમ કહીને પતિને ટેન્શનમાંથી મુક્તિ અપાવવા આર્શ્વાસન આપ્યુ હતું.પંદર દિવસ પહેલા યોગેશે તેના પત્ની હીનાબેનને એવુ કહ્યું હતુ કે, ‘મને ઉઘરાણીવાળા બહુજ હેરાન કરે છે.
જેથી તું તારુ મંગલસૂત્ર આપ એ વહેંચીને હું તેમના પૈસા આપી દવ’ તેમ વાત કરતા હીનાએ બે તોલા સોનાનું મંગલસૂત્ર પતિને આપતા તેને વહેચીને આવેલા રૂપિયા યોગેશે કોઇને આપ્યા હતા પરંતુ તે સપિયા કોને આપ્યા તેની વાત કરી ન હતી.ત્યારબાદ મહામારી કોરોનાનો ફેલાવો થયો હતો જેથી સ્ટેશનરીનો ધંધો સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયો હતો આથી સ્ટેશનરીના ધંધામાંથી થોડા રૂપિયા કટકે-કટકે કિશોરભાઇને આપ્યા હતા ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૩થી કિશોરભાઇએ બાકી નીકળતા રૂપિયા ઉપર પાંચ ટકા વ્યાજ લેવાનું શરૂ કર્યું હતું.
જેથી યોગેશભાઇએ કિશોરભાઇને બાકી નીકળતા રૂપિયા તથા પાંચ ટકા વ્યાજ પણ ચૂકવી દીધુ હતુ. ૧૫ માર્ચ ૨૦૨૪ના કિશોરભાઇએ યોગેશભાઇ પાસે તેણે આપેલા રૂપિયા ઉપર પોતે કોઇ વ્યાજ લેતા નથી તેવું નોટરીનું લખાણ કરાવ્યુ હતુ અને એચ.ડી.એફ.સી. બેન્કના ચેક લીધા હતા.
આ ચેક સમયે-સમયે નવી તારીખના બદલીને લેતા હતા અને આ તમામ વ્યવહારની યોગેશભાઇએ જાણ તેના પત્ની હીનાબેનને કરી હતી.ચારેક મહિના પહેલા કિશોરભાઇ પાંઉ મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી તેના બે પુત્રો સમિક અને મિતેન બંને જણા યોગેશભાઇ ફાટકને પાંચ લાખ રૂપિયા અને તેનું પાંચ ટકા વ્યાજ આપવા દબાણ કરતા હતા જેના કારણે એકાદ મહિનાથી યોગેશભાઇ ખૂબજ ટેન્શનમાં રહેતા હતા.SS1MS