પુત્રીએ ભેટમાં આપેલો ફ્લેટ શક્તિ કપૂરે ૬ કરોડમાં વેચી દીધો

મુંબઈ, અભિનેતા શક્તિ કપૂર આમેય સમાચારમાં રહે છે. એવા અહેવાલો છે કે તેમણે પોતાનો એપાર્ટમેન્ટ ૬.૧૧ કરોડ રૂપિયામાં વેચી દીધો છે.
આ એપાર્ટમેન્ટ મુંબઈના જુહુમાં સિલ્વર બીચ હેવન કો-ઓપરેટિવ સોસાયટીમાં હતું. દસ્તાવેજો અનુસાર, આ ઘર ૮૮ ચોરસ ફૂટનું છે. સ્ટેમ્પ ડ્યુટી રૂ. ૨૬.૬૬ લાખ છે અને નોંધણી ચાર્જ રૂ. ૩૦ હજાર છે.આ એપાર્ટમેન્ટ શક્તિ કપૂરને તેમની પુત્રી શ્રદ્ધા કપૂરે ભેટમાં આપ્યું હતું.
શરૂઆતમાં તે આ ઘરમાં ૫૦ ટકા શેરહોલ્ડર હતી. બાકીનો અડધો ભાગ શક્તિની પત્ની શિવાંગી કપૂરના નામે હતો. પછી શ્રદ્ધા અને શિવાંગીએ પોતાનો હિસ્સો શક્તિને ટ્રાન્સફર કર્યાે. શક્તિ કપૂરે પણ આ ઘર વેચતા પહેલા ભાડે આપ્યું હતું.કામના મોરચે, શક્તિ કપૂર છેલ્લે ફિલ્મ “એનિમલ” માં જોવા મળ્યા હતા.
શક્તિ કપૂર તેમના કોમેડી પાત્રો માટે જાણીતા છે. આ ઉપરાંત, તેમણે ખલનાયકની ભૂમિકામાં પણ ઊંડી છાપ છોડી છે. ગોવિંદા સાથે તેની જોડી ખૂબ જ સફળ રહી.
શક્તિ રાજા બાબુ, અંદાજ અપના અપના, ચાલબાઝ જેવી ફિલ્મો માટે જાણીતા છે.શ્રદ્ધા વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ સ્ત્રી ૨ માં જોવા મળી હતી. તેમની આ ફિલ્મે બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાખ્યા. આ દિવસોમાં, તે તેના અંગત જીવનને લઈને સમાચારમાં છે.
રાહુલ મોદી સાથે તેના અફેરના અહેવાલો છે. તાજેતરમાં, રાહુલ સાથેનો એક ફોટો તેના ફોનના વોલપેપર પર પણ જોવા મળ્યો હતો. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. જોકે, શ્રદ્ધાએ રાહુલ સાથેના તેના સંબંધની પુષ્ટિ કરી નથી.SS1MS