Western Times News

Gujarati News

38 વર્ષ ફરી બોફોર્સ કૌભાંડ ફરી ઉછળ્યુંઃ કોંગ્રેસની મુશ્કેલી વધશે

કોંગ્રેસની મુશ્કેલીઓ વધશે: સરકારે અમેરિકા પાસે બોફોર્સ કૌભાંડની માહિતી માગી

(એજન્સી)નવી દિલ્હી, ભારતે અમેરિકા પાસે રૂ. ૬૪ કરોડના બોફોર્સ કૌંભાંડ સંબંધિત મહત્ત્વની માહિતી માગતાં કોંગ્રેસ પાર્ટી પર ફરી પાછી મુશ્કેલીઓ વધવાનો સંકેત મળ્યો છે. ભારત સરકારના આ પગલાંથી રાજીવ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારના કાયર્કાળમાં સ્વીડન પાસેથી ૧૫૫ એમએમ ફિલ્ડ આર્ટિલરી ગનની ખરીદીમાં થયેલા કૌભાંડની તપાસ ફરી શરૂ થઈ શકે છે.

મીડિયા સૂત્રો અનુસાર, સીબીઆઈએ તાજેતરમાં જ એક સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલો પત્ર યુએસ ન્યાય વિભાગને મોકલ્યો હતો. આ પત્રમાં એજન્સીએ અમેરિકન પ્રાઈવેટ ડિટેક્ટીવ કંપની ફેરફેક્સના વડા માઈકલ હર્શમેન સાથે જોડાયેલી માહિતી માંગી છે.

હર્શમેને ૨૦૧૭માં દાવો કર્યો હતો કે, ‘જ્યારે મેં સ્વિસ બેન્ક ખાતામાં મોન્ટ બ્લેન્કનો પદાર્ફાશ કર્યો હતો, ત્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી ગુસ્સે થયા હતા. તેમાં બોફોર્સ ડીલના લાંચના નાણાં આ ખાતામાં કથિત રીતે જમા કરવામાં આવ્યા હતા. મારી તપાસમાં તે સમયની સરકારે અડચણો ઉભી કરી હતી.’ જેથી સીબીઆઈએ હર્શમેનની આ તપાસનો રિપોર્ટ અમેરિકા પાસે માગ્યો છે.

સીબીઆઈએ પહેલીવાર ઓક્ટોબર ૨૦૨૪માં દિલ્હી કોટર્નાે સંપર્ક કર્યો હતો અને તેને યુએસ સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. હર્શમેન ભારતીય એજન્સીઓને સહકાર આપવા માટે સંમત થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, આ માગ કરતો અરજી પત્ર એક ઔપચારિક લેખિત વિનંતી છે, જે એક દેશની કોર્ટ બીજા દેશની કોર્ટને ફોજદારી કેસની તપાસમાં મદદ મેળવવા માટે મોકલે છે.

બોફોર્સ કૌભાંડનો પદાર્ફાશ સ્વીડિશ રેડિયો દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૯૮૯ની ચૂંટણીમાં રાજીવ ગાંધીની હારનું તે એક મોટું કારણ બન્યું હતું. જોકે દિલ્હી હાઈકોર્ટે ૨૦૦૪માં પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ લાંચના આરોપોને ફગાવી દીધા હતા, પરંતુ આ કૌભાંડ સાથે જોડાયેલા પ્રશ્નો હજુ પણ યથાવત છે. ઇટાલિયન ઉદ્યોગપતિ ઓટ્ટાવિયો ક્વાટ્રોચીની પણ આમાં શંકાસ્પદ ભૂમિકા હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.