ખેડા જિલ્લાની 5 નગરપાલિકામાં BJPના પ્રમુખ અને ઉપપ્રમુખ બિન હરીફ વરાયા

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં આવેલી પાંચ નગરપાલિકા માં આજે સાંજે ચાર વાગે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જોકે પાંચેય નગરપાલિકામાં ભાજપના પ્રમુખ ઉપ પ્રમુખ ની બિનહરીફ વરણી થઈ હોવાનું જાણવા મળે છે જેથી ભાજપ માં ખુશી છવાઈ ગઈ છે
પાંચેય પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતિ હોવાથી પક્ષના પ્રમુખે નિશ્ચિત કરેલ નામોને ચૂંટી કાઢવા માટે દરેક કાઉન્સીલરોને વ્હીપ આપ્યો હતો. જે મુજબ સાંજે ૪ કલાકે યોજાયેલી ચૂંટણીમાં પાંચેય પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. નવા નિયુકત થયેલા પ્રમુખ, ઉપપ્રમુખને સ્થાનિક ધારાસભ્યો, નેતાઓએ અને કાઉન્સીલરો તેમજ સમર્થકોએ ફૂલહાર પહેરાવીને શુભેચ્છા આપી હતી. તેમજ તમામ નગરોમાં વાજતે ગાજતે નવા પ્રમુખોના સરઘસ નીકળ્યા હતા. ભાજયના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ખેડા જિલ્લાની મહુધા, ચકલાસી, ડાકોર, મહેમદાવાદ અને ખેડા નગરપાલિકામાં સાંજે ૪ કલાકે નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને પાલિકાના હોલમાં યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકા જેમાં ચકલાસી મહુધા ડાકોર મહેમદાવાદ અને ખેડા પાલિકા લાંબા સમયના વહીવટી શાસન બાદ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી
ડાકોર ને બાદ કરતા તમામ પાલિકામાં ભાજપની બહુમતી હતી ડાકોરમાં અપક્ષો અને ભાજપના ની સરખી બેઠકો હતી પરંતુ કેટલાક અપક્ષોએ ભાજપ સાથે મળી જતા ડાકોરમાં પણ ભાજપની બહુમતી થઈ ગઈ છે પાચ નગરપાલિકાના સભાખંડ નગરપાલિકાની સામાન્ય સભા આજે બુધવારના રોજ બપોરનાં ૧૬-૦૦ કલાકે યોજાઇ હતી જેમા ભાજપે જેને મેન્ટટ આપ્યા હતા તે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તેમની સામે કોઈ પણ ઉમેદવારે ફોર્મ ના ભરતા ચૂંટણી અધિકારીએ તમામ પાલિકામાં ભાજપના ઉમેદવારોને બિનહરીબ જાહેર કર્યા છે
કઈ પાલિકામાં કોણ પ્રમુખ ઉપ પ્રમુખ જે આ મુજબ છે.
મહુધા, નગરપાલિકા ઃ પ્રમુખ ઃરૂપેશ રાઠોડ, ઉપપ્રમુખ ઃ મહમદ અસપાક મલેક , કારોબારી ચેરમેન ઃ રેવાબેન સોઢા પરમાર
મહેમદાવાદ નગરપાલિકા ઃ પ્રમુખ ઃ પ્રશાંતભાઈ પટેલ. ઉપપ્રમુખ ઃ વર્ષાબેન વાઘેલા , કારોબારી ઃ રાકેશભાઈ સોઢા પરમાર
ડાકોર નગરપાલિકા ઃ પ્રમુખ ઃવિપુલ શાહ, ઉપપ્રમુખ તેજેન્દ્ર હાડા, કારોબારી ચેરમેન ઃ દીપિકાબેન શર્મા
ખેડા નગરપાલિકા ઃ પ્રમુખ ઃ જ્યોત્સનાબેન પટેલ, ઉપપ્રમુખઃ અક્ષય ભાવસાર, કારોબારી ચેરમેન ઃ અંકિત પટેલ
ચકલાસી નગરપાલિકા ઃ પ્રમુખ ઃ ધર્મેશભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ઃ અમીત પટેલ, કારોબારી ચેરમેનઃ જીગરભાઈ વાઘેલા