લાયન્સ ક્લબના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ લાયન ફ્રેન્ક મૂર III ગુજરાતની મુલાકાતે

અમદાવાદ, વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ લાયન ફ્રેન્ક મૂર III, ૪મી માર્ચ થી ૮મી માર્ચ ૨૦૨૫ દરમિયાન લાયન્સ કલબ ગુજરાતની મુલાકાત માટે આવ્યા છે.
આ મુલાકાત દરમિયાન કેટલાક ઐતિહાસિક કાર્યક્રમો યોજવામાં આવશે. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ લાયન ફ્રેન્ક મૂર III ની અમદાવાદની મુલાકાત દરમિયાન ઓગણજ ખાતે રૂ. ૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી એમ એમ સીન્ઘી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ખાતમુહુર્તનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ ગુજરાતના માનનીય મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતમાં ગુજરાતમાંથી ક્ષયરોગના ઉન્મૂલન માટે ગુજરાત સરકાર સાથે એક મહત્વપૂર્ણ સહયોગ હેઠળ એમઓયું પર હસ્તાક્ષર કરવામાં આવશે.
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ કર્ણાવતી આજે ગૌરવપૂર્ણ ૪૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. જેની ઉજવણી દરમિયાન લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ લાયન ફ્રેન્ક મૂર III પધાર્યા છે. લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ કર્ણાવતી દ્વારા અનેક મહત્વાકાંક્ષી સેવા પ્રકલ્પો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેમાં અદ્યતન આંખ હોસ્પિટલ, LML સ્કૂલ, વિશિષ્ટ બ્લડ બેંક અને કિડની ડાયાલિસિસ સેન્ટરનો સમાવેશ થાય છે.