પત્ની સપનામાં આવીને લોહી પીવે છે ડ્યુટી પર મોડા આવતા જવાનનો ખુલાસો

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના મેરઠથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ૪૪મી બટાલિયન પીએસીના એક કોન્સ્ટેબલે ઓફિસ મોડા પહોંચવા બદલ ખૂબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો છે.
અનુશાસનહીનતા માટે જારી કરાયેલી નોટિસના વિચિત્ર જવાબમાં પ્રાંતીય સશસ્ત્ર કોન્સ્ટેબ્યુલરીના એક જવાને જણાવ્યું હતું કે, તેની પત્ની રાત્રે સપનામાં તેના પર હુમલો કરે છે અને તેનું લોહી પીવાનો પ્રયાસ કરે છે, જેના કારણે તે આખી રાત સૂઈ શકતો નથી.
સોશિયલ મીડિયા પર આ જવાબ ખૂબ જ ચર્ચામાં આવ્યો હોવાથી તપાસનો આદેશ અપાયો છે. અધિકારીઓ કોન્સ્ટેબલની ઓળખ, તેના જવાબની સત્યતા અને વાયરલ પત્ર અંગેની તપાસ કરી રહ્યા છે.૧૭ ફેબ્›આરીના રોજ બટાલિયન ઇન્ચાર્જ દ્વારા ફરજમાં બેદરકારી બદલ આ કોન્સ્ટેબલને નોટિસ અપાઈ હતી.
જેના પર ૧૬ ફેબ્›આરીના રોજ સવારના બ્રીફિંગ માટે મોડા પહોંચવાનો, અયોગ્ય રીતે તૈયાર થવાનો અને વારંવાર યુનિટની પ્રવૃત્તિઓમાં ગેરહાજર રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નોટિસના જવાબમાં કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે, તે સતત વૈવાહિક વિવાદોને કારણે અનિદ્રાથી પીડાય છે.
કોન્સ્ટેબલે દાવો કર્યાે હતો કે, તેની પત્ની સપનામાં છાતી પર બેસે છે અને તેને મારવાના ઇરાદાથી તેનું લોહી પીવાનો પ્રયાસ કરે છે. પરિણામે તે રાત્રે ઊંઘી શકતો નથી, જેના કારણે તેને બ્રીફિંગ માટે મોડો પહોંચે છે.
કોન્સ્ટેબલે વધુમાં ઉમેર્યું હતું કે, તે ડિપ્રેશનની દવાઓ પણ લઈ રહ્યો છે.જવાબના અંતમાં કોન્સ્ટેબલે ઉલ્લેખ કર્યાે હતો કે, તેણે જીવવાની ઇચ્છા ગુમાવી દીધી છે અને તે પોતાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા માંગે છે.SS1MS