Western Times News

Gujarati News

પ્રભાસની ટીમમાં ‘ફૌજી’ બનશે અભિનેતા સની દેઓલ

મુંબઈ, પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ પાસે ઘણી બિગ બજેટ ફિલ્મો છે. પોતાના સ્ટાર પાવરથી જ ફિલ્મોને હિટ બનાવી દેનારા પ્રભાસની ‘ધ રાજા સાબ’ સૌથી પહેલાં રીઝ થવાની છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી પ્રભાસ ‘ફૌજી’ની શરૂઆત કરશે.

હનુ રાઘવપુડીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં સની દેઓલ જોડાયા છે. આલિયા ભટ્ટના લીડ રોલ અંગે પણ ટૂંક સમયમાં એનાઉન્સમેન્ટ થવાની શક્યતા છે. આ વર્ષે પ્રભાસની સૌથી પહેલી રિલીઝ ‘રાજા સાબ’નું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે.

પ્રભાસે હવે ‘ફૌજી’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મની કાસ્ટમાં અનુપમ ખેરની એન્ટ્રી થઈ હોવાનું થોડા સમય પહેલા જાણવા મળ્યુ હતું. રૂ.૪૦૦ કરોડના તોતિંગ બજેટથી બની રહેલી આ ફિલ્મનો સ્ટાર પાવર વધારવા સની દેઓલનો સમાવેશ કરાયો છે.

પ્રભાસની ‘ફૌજી’ યુદ્ધની ઘટના આધારિત પિરિયડ ડ્રામા છે. ફિલ્મમાં પ્રભાસે બ્રિટિશ આર્મી ઓફિસરનો રોલ કર્યાે છે. આલિયા ભટ્ટ રાજકુમારીના રોલમાં જોવા મળે તેવી શક્યતા છે. ફિલ્મમાં સની દેઓલનું કેરેક્ટર પણ તેમની ઈમેજ જેવું જ દમદાર રહેવાનું છે.

રિપોટ્‌ર્સ મુજબ, ફિલ્મના પહેલા ભાગમાં સની દેઓલ જોવા નહીં મળે. સનીની ગ્રાન્ડ એન્ટ્રી સેકન્ડ હાફમાં જોવા મળશે. ‘ફૌજી’ માટે પ્રભાસે એકદમ અલગ લૂક રાખ્યો છે. રૂ.૪૦૦ કરોડની ફિલ્મની ભવ્યતામાં કોઈ કચાશ ન રહે તે માટે અન્ય સ્ટાર્સને પણ જોડવામાં આવ્યા છે.

મિથુન ચક્રવર્તી અને જયાપ્રદા પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. પ્રભાસના કેરેક્ટરમાં ઓડિયન્સને સરપ્રાઈઝ એલિમેન્ટ જોવા મળશે. ‘ફૌજી’ પછી સંદીપ રેડ્ડી વાંગા સાથે ‘સ્પિરિટ’ અને ત્યાર બાદ ‘કલ્કિ ૨’ તથા ‘સાલાર ૨’નું શૂટિંગ શરૂ કરશે. આ વર્ષે પ્રશાંત વર્મા સાથે ‘બ્રહ્મરાક્ષસ’ શરૂ કરવાની પણ પ્રભાસની ઈચ્છા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.