Western Times News

Gujarati News

76 લાખથી વધુ અન્ન સલામતી કાયદા હેઠળના કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી રહી છે ગુજરાત સરકાર

ગુજરાતમાં NFSA હેઠળ 3.72 કરોડ લાભાર્થીઓને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ

અંત્યોદય કુટુંબોને વિનામૂલ્યે ખાદ્યાન્ન પૂરું પાડવાના ઉદ્દેશથી  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં શરૂ કરી હતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગરીબો અને વંચિતોના વિકાસ માટે અનેક લોક કલ્યાણ યોજનાઓ શરુ કરી છે. આજથી પાંચ વર્ષ પહેલાં વડાપ્રધાનશ્રીએ અંત્યોદય કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતીજે અનેક લોકો માટે વરદાન સાબિત થઈ છે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે આ યોજનાનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે.

ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વર્ષ 2024માં 21.91 લાખ મે. ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છેજેની અંદાજિત બજાર કિંમત ₹7529 કરોડ રૂપિયા છે.

અંત્યોદય કુટુંબો માટે વરદાન બની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના કપરા સમયગાળામાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ પૂરું પડવાના હેતુથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) શરુ કરી હતી. જોકેજરૂરિયાતમંદ પરિવારોનો નાણાંકીય બોજો ઓછો થાય અને તેમને અન્ન વિતરણનો મહત્તમ લાભ મળે એ સુનિશ્ચિત કરવા માટે આ યોજનાને હવે ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 (NFSA) હેઠળ સમાવિષ્ટ અંત્યોદય કુટુંબોને માસિક 35 કિ.ગ્રા. અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબોને માસિક વ્યકિતદીઠ 5 કિ.ગ્રા. અનાજ એમ બે પ્રકારના કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે.

ગુજરાતના 76 લાખથી વધુ કુટુંબોને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ

ગુજરાત સરકારે ગરીબો અને વંચિતોના વિકાસને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે અને ખાસ કરીનેપોષણલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય એ સુનિશ્ચિત કર્યું છે. પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના 76.6 લાખથી વધુ કુટુંબોના 3.72 કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

વર્ષ 2024ની વાત કરીએ તોરાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ₹7,529 કરોડની કિંમતના 21.91 લાખ મે.ટન અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આમાં અંત્યોદય અન્ન યોજનાના 36.40 લાખથી વધુ લાભાર્થીઓ અને અગ્રતા ધરાવતા કુટુંબોના 3.30 કરોડથી વધુ લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

અન્નનાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹2712 કરોડની ફાળવણી

તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના વર્ષ 2025-26ના બજેટમાં અન્નનાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹2712 કરોડની ફાળવણી કરવામાં આવી છે. NFSA રાશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે ₹767 કરોડનેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ-2013 હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનાજ પૂરું પાડવા ₹675 કરોડની જોગવાઈ,

NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે ₹160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંતશ્રીઅન્ન (મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા માટે બાજરીજુવારરાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટોલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા ₹37 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.