Western Times News

Gujarati News

વૈષ્ણોદેવીથી સનાથલ ટ્રંક મેઈન લાઈનના કામમાં 1200 મીટરની લંબાઈનો વધારો થશે

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉતર પશ્વિમ ઝોનમાં ચાંદલોડીયા, ગોતા, ઓગણજ, થલતેજ, રાણીપ,બોડકદેવ,બોપલ,ધુમા વિસ્તારોની જુદીજુદી ટી.પી.સ્કીમોમાં હાલમાં ખાનગી પ્લોટોમાં ખૂબ ઝડપથી રહેણાંક અને વ્યાવસાવિક સ્કીમના ડેવેલોપમેન્ટની કામગીરી પુરજોશમાં ચાલુ હોઇ વરસાદી ઋતુ દરમ્યાન નીચાણવાળા વિસ્તારો જેવાકે બોપલ,ઘુમા, ગોતા,ચાંદલોડીયા, જગતપુર, થલતેજ,

ગોતાના એસ.પી.રીગ રોડને સમાંતર વિસ્તારોમાં શીલજ, ભાડજ, ઓગણજ વિગેરે માળખાગત ડ્રેનેજ નેટવર્કની સુવિધાના અભાવે ભારે વરસાદ દરમ્યાન ઉપરોકત વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા રહેતાં હોઈ તેના નિકાલ માટે ઉગ્ર રજુઆતો આવે છે.તેમજ સદર વિસ્તારોમાં અવાર નવાર ડ્રેનેજ ઓવરફલો/બેકીંગની પરિસ્થિતી ઉપસ્થિત થતી હોય છે.

જેના લીધે મચ્છરજન્ય રોગો તેમજ ગંદકી થવાને લીધે રોગચાળો ફેલાવાનો ભય રહે છે. આ તમામ બાબતો ને ધ્યાનમાં લઈ આ વિસ્તારમાં માઈક્રો ટનલિંગ પધ્ધતિ થી નવી લાઈન નાખવામાં આવી રહી છે. જેમાં ફતેપુરા તરફના છેડે 1200 રનીંગ મીટર લંબાઈ ના કામમાં વધારો થતાં પ્રોજેક્ટ કોસ્ટમાં રૂ.36 કરોડનો વધારો થવાનો અંદાજ છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ હાલમાં ૨૦૨૪-૨૫ ના નાણાકીય વર્ષમાં નવા પશ્ચિમ ખાતેના મંજુર થયેલ મેઇન ટ્રક લાઇનના જુદા જુદા કામના એટલે કે વૈષ્ણોદેવી થી ખ્યાતિ સર્કલ થી બોપલ ગામ વકીલ બ્રીજ થી શાંતિપુરા થી સનાથલ બ્રીજના છેડા થી સરખેજ ફતેહવાડી થી નવા બની રહેલ ૧૫૦ એમ.એલ.ડી. થી સાબરમતી નદી સુધી જુદા જુદા ૪ પેકેજમાં ઓપન ખોદાણ માઇક્રોટન્નલીંગથી કામ કરવામાં આવી રહયા છે.

જેમાં હાલમાં આગળના અપ સ્ટ્રીમના પેકેજ 3 ની કામગીરી પુર્ણતાને આરે છે. જેથી આગામી ચોમાસા પહેલા આગળના તમામ ૩ પેકેજોની કામગીરી નો પ્રોગ્રેસ જોતા ચોમાસા પહેલા પુર્ણ થાય તેમ લાગી રહ્યું છે. જે જોતા વૈષ્ણોદેવી થી સનાથલ બીજના છેડા સુધીની નાંખેલ નવી લાઈન ફંકશનમાં આવી જશે જેથી આ વિસ્તારના રહીશોને આગામી ચોમાસામાં તાજેતરમાં નાંખેલ નવી ટ્રંક મેઇન લાઈન દ્વારા પ્રજાકીય હીત તેમજ પ્રજાકીય સુખાકારી માં વધારો કરવા માટે સદર ડાઉન સ્ટ્રીમના પેકેજ – ૪ કામગીરી આગામી ચોમાસા પહેલા પુર્ણ કરવી અત્યંત જરૂરી છે.

હાલમાં ચાલી રહેલ કામગીરી એવરેજ ૧૧ થી ૧૨ મીટર ઉડાઈમાં તથા એવરેજ ૧૩ થી ૧૪ મીટર ની પહોળાઈમાં ઓપન ખોદાણથી કામગીરી થાય છે. જેમાં આ કામની એલાઈમેન્ટમાં કરવાની થતી કામગીરીમાં સેન્ડી સ્ટ્રેટા વાળી સોઈલ હોવાથી ખોદાણ કામગીરી દરમ્યાન વારંવાર સાઇડની માટી ધસી પડે છે. જેથી કામગીરીનો પ્રોગ્રેસ ખુબજ ધીમો છે

આ ઉપરાંત પેકેજ- ૪ સનાથલ થી ફતેહવાડી થી સાબરમતી નદી સુધીના કામમાં પેકેજ -૩ ના એન્ડીંગ પોઈન્ટ થી સરખેજ ધોળકા રોડ તરફ કામની ફાઈનલ થયેલ એલાઈમેન્ટમાં ખોદાણ કામગીરી ચાલુ કરતાં આશરે ૩.૦ મીટર ઉંડાઈમાં ખોદાણ કામ કરતાં વોટર ટેબલ આવી જાય છે. એટલેકે ખોદાણ કામગીરીમાં ૩.૦૦ મીટર ખોદાણ પછી તરતજ પાણી આવી જાય છે.

જેથી અહીં કામગીરી કરવામાં ખુબજ અડચણ ઉભી થાય છે.તેમજ હાલની સ્થળ પરિસ્થિતિ જોતાં પેકેજ-૪ માં સનાથલ બ્રીજ થી ફતેહવાડી કેનાલ થી ૨૪૦૦ મીમી ડાયાની લાઈન નાંખવામાં ૦ થી ૧૨૦૦ મીટર નોન ટી.પી. રસ્તો છે.જયાં હાલમાં ખુલ્લા બે મેદાન આવેલ છે. જેમાં હાલમાં ખેડુતો દ્વારા જુદા જુદા પાક લેવાતા હોવાથી વોટર ટેબલ ૩,૦ મીટરથી નીચે જતુ નથી અને કામગીરીનો પ્રોગેસ થઈ શકતો નથી.

જે જોતા આશરે ૧૨૦૦ રનીંગ મીટર સુધી જ્યાં વોટર ટેબલ ઉચુ એલાઈમેન્ટમાં કામગીરી માઈક્રો ટન્નલીંગ થી કરાવવી વધુ યોગ્ય તથા ઝડપી જણાતી હોવાથી પેકેજ -૩ કે જેમાં શાંતીપુરા સર્કલ થી શનાથલ બ્રીજના છેડા સુધીના કામમાં આશરે ૧૨૦૦ રનીંગ મીટરનો વધારો કરી કામગીરી આ મી ચોમાસા પહેલા પુર્ણ કરવી જરૂરી છે. તેથી અહીં 1200 રનીંગ મીટર લંબાઈ ના કામનો વધારો થશે. જેના કારણે પ્રોજેક્ટ કોસ્ટનો અંદાજ રૂ.163 કરોડ થશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.