રખિયાલમાં હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે યુવકે ટેમ્પો સળગાવી દીધો

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે વિફરેલા યુવકતેની પાડોશમાં રહેતા યુવકનો છોટા હાથી ટેમ્પો સળગાવી દેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા પંડિત દિનદયાળનગર ખાતે રહેતા બ્રિજેશ ગુપ્તાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં શિવકુમાર ગુપ્તા વિરૂદ્ધ વાહન સળગાવવાની ફરિયાદ કરી છે. બ્રિજેશ ગુપ્તા સંયુક્ત પરિવારમાં રહે છે અને પોતાના છોટા હાથી ટેમ્પોમાં ચોકલેટ, બિસ્કીટ વેચીને ગુજરાન ચલાવે છે.
બ્રિજેશ ગુપ્તા જ્યાં રહે છે ત્યાં પા‹કગની સીમસ્યા હોવાથી તે પોતાનો છોટા હાથી ટેમ્પો નજીકમાં આવેલા ભોળાનાથ મંદિર પાસે પાર્ક કરે છે. થોડા દિવસ પહેલાં બ્રિજેશ ટેમ્પને ફલેટ પાસે લાવ્યો હતો જ્યાં શિવકુમાર ગુપ્તા ઊભો હતો. બ્રિજેશે ટેમ્પાને હોર્ન મારીને સાઈડમાં હટી જવાનું કહ્યું હતું જેથી મામલો બીચકયો હતો.
શિવકુમાર ગુપ્તા બ્રિજેશ સાથે બબાલ કરવા લાગ્યો હતો અને ધમકી આપી હતી કે તારી ગાડીને હું સળગાવી દઈશ. શિવ અને બ્રિજેશ વચ્ચેની બબાલ જોઈએ આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોનું ટોળું જોઈને શિવકુમાર ગુપ્તા ત્યાંથી જતો રહ્યો હતો. બ્રિજેશ પોતાનો ટેમ્પો મંદિર પાસે પાર્ક કરીને પોતાના ઘરે જતો રહ્યો હતો. બ્રિજેશ જમીને રાતે સૂઈ ગયો હતો ત્યારે અઢી વાગ્યાની આસપાસ બૂમાબૂમ થવા લાગી હતી.
દરમિયાનમાં બ્રિજેશના મોબાઈલ પર પિયુષ ગુપ્તા નામના યુવકનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમારી ગાડીમાં આગ લાગી છે. બ્રિજેશ તરત જ દોડીને મંદિર પાસે પહોંચ્યો તો તેનો ટેમ્પો સળગી રહ્યો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી જતાં અંતે આગને કાબૂમાં લીધી હતી. ટેમ્પોમાં બિÂસ્કટ તેમજ ચોકલેટ પણ હતા જે બળીને ખાખ થઈ ગયા હતા.