અરવલ્લી જિલ્લા કલેકટરનું સાયબર ગઠિયાઓએ વોટ્સએપ ફેક એકાઉન્ટ બનાવ્યું

શામળાજી, સાયબર ક્રાઈમના ગુન્હાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ નામાકિત હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટ હેક થવાની ઘટના બની હતી. રાજયમાં સાયબર ક્રાઈમ અટકાવવા સાયબર પોલીસ મથક ઉભા કરવામાં આવ્યા છે તેમ છતાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
ભેજાબાજ સાયબર ગઠિયાઓ હવે આઈપીએસ અને આઈએએસના નામનો ઉપયોગ કરી સોશ્યલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી પૈસાની માગણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લા સમાહર્તા પ્રશÂસ્ત પારીકનું કોઈ સાયબર ગઠિયાએ વોટ્સએપ ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનું તેમના ધ્યાને આવતા ચોંકી ઉઠયા હતા અને ફેક એકાઉન્ટનાન સ્ક્રીન શોર્ટ પાડી સ્ટેટસ પર મૂકી તેમના નામે બનેલ ફેક એકાઉન્ટને બ્લોક કરવા અને આવા એકાઉન્ટથી સતર્ક રહેવા આહવાન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશÂસ્ત પારીકનું નામથી સોશિયલ મીડિયા પર એટલે કે, વોટ્સએપ પર તેમના ફોટો સાથે ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે.
આ ફેક એકાઉન્ટના માધ્યમથી તેમના પરિચિત વ્યક્તિઓ અને અન્ય લોકોને મેસેજ કરવામાં આવી રહ્યા હોવાનું જીલ્લા કલેકટરને ધ્યાને આવતા તેમણે ફેક એકાઉન્ટના સ્ક્રીન શોર્ટ લઈને તેમના સરકારે આપેલ સાર્વજનિક મોબાઈલ નંબરના વોટ્સએપ સ્ટેટસ પર ફેક એકાઉન્ટથી આવતા મેસેજનો રિપ્લાય ન આપવા તાકીદ કરી હતી.