ખનીજ ચેકિંગ જોઈ ટ્રક ડ્રાઈવર ચાલુ ટ્રકમાંથી કૂદયોઃ ટ્રક ખાડીમાં પડી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે સ્થાનિક લેવલે ખનીજ ચોરી અટકાવવા માટે કોઈ પગલાં ભરવામાં નહીં આવતા ભૂમાફિયાઓને છૂટો દોર મળી રહ્યો છે, ઝઘડિયા પંથક માંથી આટલા મોટાપાયે રેતી પથ્થર સિલિકા અને લીઝો આવેલી હોય ઉપરાંત રોજિંદી હજારો ટન ખનીજની ચોરી થઈ રહી છે.
સવારે ઝઘડિયા ચાર રસ્તા અને સેવાસદન વચ્ચે ખનીજનું ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમ્યાન ઝઘડિયા સેવાસદન તરફથી એક ટ્રક રેતી ભરીને આવતી હતી.ટ્રકના ચાલકે ખનીજ ચેકિંગ જોતા તેનાથી બચવા માટે આગળ પાછળ આવતા વાહનોની ચિંતા કર્યા વગર ચાલુ ટ્રકે ટ્રક માંથી કુદી પડ્યો હતો
જેના કારણે ટ્રક રિવર્સ થઈ જતા નજીકની ખાડીમાં ખાબકી હતી સદ્નનસીબે બંને ટ્રેક પર આગળ પાછળ કોઈ વાહન ન હોય કોઈને ઈજા પહોંચી નથી પરંતુ ટ્રક ઊંડા ખાડામાં ખાડી પાસે ખાબકી જતા ટ્રક ને મોટું નુકસાન થવા પામ્યું છે.