પોલ રિફેલ અને રિચાર્ડ ઇલિંગવર્થ મેદાન પરના અમ્પાયર તરીકે નિયુક્ત

દુબઈ, ભારત અને ન્યુઝીલેન્ડ ૯ માર્ચે દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ફાઇનલમાં સામસામે ટકરાશે. ન્યુઝીલેન્ડ અગાઉની હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની નજર આ ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત પર રહેશે. ભારતે ૨ માર્ચે ગ્રુપ છની છેલ્લી મેચમાં કિવીઓને હરાવ્યું હતું. આઈસીસીએ આ મેચ માટે અધિકારીઓના નામ જાહેર કર્યા છે.
આઈસીસી એલિટ પેનલના અમ્પાયરોના સભ્ય પોલ રિફેલ અને રિચાર્ડ ઇલિંગવર્થને આ મેચ માટે મેદાન પરના અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેમીફાઈનલ દરમિયાન પણ બન્ને અમ્પાયરો મેદાનમાં ઉભા હતા. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઇલિંગવર્થ દુબઈમાં હતો. બીજા દિવસે દક્ષિણ આફ્રિકા-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન રિફેલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં હતો.
ચાર વખતના આઈસીસી અમ્પાયર ઓફ ધ યર ઇલિંગવર્થ ૨૦૨૩માં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં દરમિયાન પણ મેદાન પર ઊભો રહ્યો હતો. આ સિવાય તે ગયા વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન ઓન-ફીલ્ડ અમ્પાયર પણ હતો. બન્ને ફાઇનલમાં એક ટીમ ભારતની હતી. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા સામે હારીનો સમાનો કરવો પડ્યો હતો, જ્યારે ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.
આ જોડીની સાથે જોએલ વિલ્સનને ત્રીજા અમ્પાયર તરીકે અને કુમાર ધર્મસેનાને ચોથા અમ્પાયર તરીકે સામેલ કરવામાં આવશે. આઈસીસી એલિટ પેનલના અમ્પાયર ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી સેમીફાઇનલમાં અમ્પાયરિંગ ટીમનો ભાગ હતા.
ધર્મસેના રિફેલ સાથે મેદાનમાં ઓન-ફીલ્ડ હતા અને વિલ્સનને ત્રીજા અમ્પાયર તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા. રંજન મદુગલે મેચ રેફરી તરીકે પોતાની જવાબદારી નિભાવશે.SS1MS