એક લાખ ઈન્ડિયન્સ સામે યુએસથી સેલ્ફ-ડિપોર્ટેશનનું તોળાતું જોખમ

વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા તે સાથે જ અમેરિકાની ઈમિગ્રેશન સિસ્ટમમાં ભારે ઉથલ-પાથલ મચી ગઈ છે. ટ્રમ્પ ઈલીગલ ઈમિગ્રન્ટ્સને તો હાંકી જ રહ્યા છે પરંતુ સાથે સાથે લીગલ ઈમિગ્રન્ટ્સ પર પણ તલવાર લટકી રહી છે.
અમેરિકામાં લીગલી રહેતા ઈન્ડિયન્સની સંખ્યા ઘણી નોંધપાત્ર છે અને હવે એક લાખથી વધુ ઈન્ડિયન્સ પર સેલ્ફ-ડિપોર્ટેશનનો ખતરો તોળાઈ રહ્યો છે.
એચ-૧બી વિઝા હોલ્ડર્સના બાળકો જે માઈનોર તરીકે અમેરિકા આવ્યા હતા અને હાલમાં તેઓ ૨૧ વર્ષના થવા આવ્યા છે તેમની સામે સેલ્ફ-ડિપોર્ટેશનનું જોખમ રહેલું છે. કેમ કે ૨૧ વર્ષના થવાની સાથે જ તેઓ એનઆરઆઈ પેરેન્ટ્સના ડિપેન્ડન્ટ નહીં રહે. અમેરિકન પોલિસી પ્રમાણે ડિપેન્ડન્ટનું સ્ટેટસ જતું રહ્યા બાદ તેમને નવું વિઝા સ્ટેટસ મેળવી લેવા માટે બે વર્ષનો સમય આપવામાં આવે છે.
પરંતુ હાલમાં ઈમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારો અને ચાલી રહેલા કોર્ટ કેસના કારણે તેઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. માર્ચ ૨૦૨૩ના ડેટા પ્રમાણે લગભગ ૧.૩૪ લાખ ઈન્ડિયન બાળકો તેમના પરિવારોને ગ્રીન કાર્ડ મળે તે પહેલા ડિપેન્ડન્ટ વિઝા સ્ટેટસ ગુમાવી શકે છે.
ટેક્સાસમાં તાજેતરમાં કોર્ટે એક ચુકાદો આપ્યો હતો અને તેમાં ડિફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહુડ અરાઈવલ્સ હેઠળ નવા અરજદારોને વર્ક પરમિટ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જેનાથી આ મૂંઝવણ વધી ગઈ છે. ડિફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહુડ અરાઈવલ્સએ ૨૧ વર્ષના થઈ ગયા બાદ પોતાના પેરેન્ટ્સના ડિપેન્ડન્ટ હોવાનું સ્ટેટસ ગુમાવનારા અનડોક્્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટેશનથી બે વર્ષનું ટેમ્પરરી રક્ષણ પૂરું પાડે છે જેમાં બાળકો પણ સામેલ છે. આ ઉપરાંત રિન્યુઅલની શક્્યતા પણ રહેતી હોય છે. આ જોગવાઈ વગર ભારતીય યુવાનોને ડર છે કે તેમનું ભાવિ અનિશ્ચિત બની જશે.
આ ઉપરાંત પેરેન્ટ્સ દ્વારા ગ્રીન કાર્ડ માટે અરજી કરવામાં આવી હોય તો આ બાબત વધારે જટીલ બની જાય છે કેમ કે ગ્રીન કાર્ડનો વેઈટિંગ પીરિયડ ૧૨થી ૧૦૦ વર્ષનો છે. કેલિફોર્નિયામાં રહેતી એક ૨૦ વર્ષીય ન‹સગની સ્ટુડન્ટના ડિપેન્ડન્ટ વિઝા ઓગસ્ટમાં સમાપ્ત થવાના છે.
તેણે કહ્યું છે કે તે જ્યારે છ વર્ષનો હતો ત્યારથી અમેરિકામાં રહે છે. તેનું એજ્યુકેશન, ફ્રેન્ડ્સ અને તેનો ભાવિ બધું જ અમેરિકામાં છે. પરંતુ હવે તેને કહી દેવામાં આવ્યું છે કે તેને અમેરિકા છોડવું પડી શકે છે. જોકે, તે પોતાનો અભ્યાસ ચાલું રાખવા માટે પોતાના વિઝાને એફ-૧ સ્ટુડન્ટ વિઝામાં કન્વર્ટ કરાવી શકે છે.
જોકે, તેમાં પણ અલગ જ પડકારો આવશે કેમ કે સ્ટુડન્ટ વિઝાના કારણે તેનું સ્ટેટસ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટનું થઈ જશે. તેણે કહ્યું હતું કે, સ્ટુડન્ટ વિઝા મેળવી લીધા બાદ તે સરકાર તરફથી મળતી ટ્યુશન ફી, અન્ય સરકારી સહાય અને સ્કોલરશિપ્સ માટે એલિજિબલ નહીં રહે.
એટલું જ નહીં તેના પરિવાર પર નાણાકિય બોજ વધી જશે. જ્યારે ટેક્સસના ૨૦ વર્ષીય યુવકના એચ-૪ વિઝા આ વર્ષના અંતમાં સમાપ્ત થવાના છે. તેણે કહ્યું હતું કે, તેના ડિપેન્ડન્ટ વિઝા સમાપ્ત થયા બાદ તે ટ્યુશન ફી એફોર્ડ કરી શકે તેમ નથી. આ ઉપરાંત તે પોતાનો ખર્ચો કાઢવા માટે ઓફ કેમ્પસ કામ કરવા માટે પણ એલિજિબલ નહીં રહે. તેનું કહેવું છે કે તેને એવી વાતની સજા મળશે જે તેના હાથમાં જ નથી. તેને ૧૦,૦૦૦ ડોલરના બદલે ૪૫,૦૦૦ ડોલરની ફી ભરવી પડશે જે તેના માટે અશક્્ય બાબત છે.
જોકે, આવા ઘણા યુવકો કેનેડા અને યુકે જેવા અન્ય દેશોમાં જવાનું વિચારી રહ્યા છે. જ્યાં ઈમિગ્રેશન પોલિસીસ પ્રમાણમાં વધારે સરળ છે. એપ્રિલમાં ૨૧ વર્ષનો થવા જઈ રહેલા મેÂમ્ફસના અંડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટનું કહેવું છે કે, તે યુકે કે કેનેડા જવાનું વિચારી રહ્યો છે કેમ કે તે એક સરળ ઓપ્શન છે.
જો તે અમેરિકામાં રહે અને અભ્યાસ કરે તો પણ તેનું ભવિષ્ય અનિશ્ચિત જ રહેશે. તેના પેરેન્ટ્સ રિટાયર્ડ થયા બાદ ભારત પરત ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેથી તેના માટે અમેરિકામાં રહેવાનો કોઈ ફાયદો નથી. તે ભારત પરત ફરવા નથી ઈચ્છતો કેમ કે તેના માટે ભારતીય કલ્ચરમાં રહેવું મુશ્કેલ બનશે.
તે જ્યારે નાનો બાળક હતો ત્યારથી અમેરિકામાં રહે છે અને તેથી ભારત આવીને તેના માટે નવેસરથી શરૂઆત કરવા જેવું રહેશે. તેથી તે ભારત આવવા નથી ઈચ્છતો પરંતુ તેના બદલે યુકે કે કેનેડા જવાનું વિચારી રહ્યો છે.
અમેરિકામાં એચ-૧બી વિઝા પર કામ કરતાં ઈન્ડિયન્સની સંખ્યા ઘણી મોટી છે. જેઓ અમેરિકામાં એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરે છે. જોકે, ગ્રીન કાર્ડ માટેનો બેકલોગ એટલો વધારે છે કે ઈન્ડિયન્સ માટે અકળાવનારો બની ગયો છે.
તેના કારણે પણ ડિપેન્ડન્ટ ઈન્ડિયન્સની ચિંતાઓ વધી ગઈ છે. ટેક્સસના એક સ્ટુડન્ટે જણાવ્યું હતું કે, તેમણે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કર્યું છે પરંતુ તેમનો વેઈટિંગ પીરિયડ ૨૩ વર્ષનો છે અને તે ઓક્ટોબરમાં ૨૧ વર્ષનો થઈ જશે. તેથી ત્યારબાદ શું કરવું તેને લઈને તે
ટેન્શનમાં છે.
અગાઉ ડિફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહુડ અરાઈવલ્સ અંતર્ગત લોકોને બે વર્ષનો એક્સ્ટેન્શન પીરિયડ મળતો હતો અને તેઓ પોતાનો અભ્યાસ ચાલું રાખી શકતા હતા અને તેમનો સોશિયલ સિક્્યોરિટી નંબર પણ જળવાઈ રહેતો હતો. પરંતુ હાલમાં નવી સરકાર આવી છે અને તેણે બર્થરાઈટ સિટિઝનશિપ સમાપ્ત કરી દીધી છે. જેના કારણે લોકો મૂંઝવણમાં છે અને પોતાના ભવિષ્યને અનિશ્ચિતતામાં જોઈ રહ્યા છે.SS1MS