હિંમતનગર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘુસી જતા બેના મોત

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર વડાલી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બેના મોત થયા છે. ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર મુસાફરોથી ભરચક્ક ભરેલી કમાન્ડર જીપ ટ્રકની પાછળ ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે જીપમાં સવાર ૧૫થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાઈવે પર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. હાલ તો ઘાયલ થયા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ પોલીસને જાણ કરવામાં આવી છે.
૧૫થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હાલમાં તેમને વડાલી તેમજ ઈડર રિફર કરવામાં આવ્યા છે. હાલમાં ૧૦૮ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ગોઝારા અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જીપમાં શ્રમિકો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઈડર તરફથી મજૂરીકામ પૂર્ણ કરીને પોતાના ઘરે જતાં મજૂરોને અકસ્માત નડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાહન અકસ્માતની ઘટનાઓમાં દરરોજ સામે આવતી રહે છે. અવારનવાર રોડ અકસ્માતમાં અનેક લોકોને મોતને ભેટી રહ્યા છે. તેમ છતાં પણ ઓવરલોડ મુસાફરો ભરીને ખાનગી વાહનો રોડ દોડતા જોવા મળતા રહે છે. ત્યારે ફરી એક વખત આવી મોતની સવારી સામે અકસ્માતને લઈ સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.SS1MS