Western Times News

Gujarati News

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ બિઝનેસે ‘સમાગમ’ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

અમદાવાદ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ બિઝનેસે ઉદ્યોગના અગ્રણીઓ, ઉત્પાદકો, ફોર્મ્યુલેટર્સ, ચેનલ પાર્ટનર્સ અને ક્ષેત્રના નિષ્ણાંતોને એક કરવા માટે સૌપ્રથમ પ્રકારનું એક પ્લેટફોર્મ ‘સમાગમ’ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી.

ઉભરતા બજારના ટ્રેન્ડ્સ, નવીનતાઓ અને હોમ કેર, બ્યૂટી અને પર્સનલ કેર, લ્યુબ્રિકન્ટ્સ અને મેટલ વર્કિંગ ફ્લુઇડ્સ, ફૂડ એન્ડ બેવરેજીસ, એગ્રોકેમિકલ્સ, પેઇન્ટ્સ અને કોટિંગ્સ અને અન્ય જેવા સેક્ટર્સના પડકારો પર કેન્દ્રિત સમાગમનો ઉદ્દેશ સતત બદલાતા ઉદ્યોગ ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન આપવા અને વ્યાપારમાં વૃદ્ધિ કરવાનો છે.  Godrej Industries’ Chemicals Business Unveils Samagam

વધતી માંગ, ટેક્નોલોજીકલ પ્રગતિ, ટકાઉ પરિપ્રેક્ષ્યો અને નિયમનકારી બદલાવના પગલે ભારતના ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે ત્યારે સમાગમ આ ગતિશીલ માહોલમાં આગળ વધવા માટે સોલ્યુશન્સ શોધવા અને આંતરદ્રષ્ટિ પૂરી પાડવા માટે હિતધારકોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

અમદાવાદ એ બ્યૂટી અને પર્સનલ કેર મેન્યુફેક્ચરિંગ, ડીટુસી બ્રાન્ડ્સ માટેનું હબ હોવાથી તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો બંનેને ટેકો આપતી મજબૂત કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ધરાવતું હોવાથી પહેલી એડિશન માટે તેની વ્યૂહાત્મક રીતે પસંદગી કરવામાં આવી હતી.

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ (કેમિકલ્સ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશાલ શર્માએ જણાવ્યું હતું કે, “બજારો ઝડપથી વિકસિત થઇ રહ્યા હોવાથી નવીનતા અને સહયોગની જરૂરિયાત પહેલા કરતા વધી છે.

કુશળતા અને નવીનતાના વારસા સાથે, અમે અમારા વ્યવસાયની ઓફરોથી આગળ વધીને એક નવી પહેલ સમાગમ શરૂ કરવામાં ગર્વ અનુભવીએ છીએ. ઉભરતા વલણોની ખોજ કરવા અને ટકાઉ તથા ભવિષ્યલક્ષી ઉકેલો સાથે ભવિષ્યને આકાર આપવા માટે હિતધારકોને એકસાથે લાવીને, આ પહેલ સતત બદલાતા ઔદ્યોગિક ક્ષેત્રે અમારા ભાગીદારોની અર્થપૂર્ણ પ્રગતિને સક્ષમ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ (કેમિકલ્સ) ગુજરાતમાં મજબૂત અને કાયમી હાજરી ધરાવે છે. 1996થી તેની વાલિયા ફેસિલિટી રાજ્યની ઔદ્યોગિક ઇકોસિસ્ટમનો પાયાનો પથ્થર છે. 2024માં કંપનીએ ખેડામાં શ્રી વલ્લભ કેમિકલ્સના ઇથોક્સિલેશન યુનિટ 2ના સંપાદન સાથે તેની હાજરીને વધુ મજબૂત બનાવી હતી અને તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો હતો. ટકાઉપણું, નવીનતા અને બહુવિધ ઉદ્યોગો માટે અનુરૂપ ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ (કેમિકલ્સ) ગુજરાતના વાઇબ્રન્ટ ઔદ્યોગિક આધારને સમર્થન આપવાનું ચાલુ રાખે છે, જે અમદાવાદને સમાગમની પહેલી એડિશન માટે એક આદર્શ સ્થાન બનાવે છે.

અમદાવાદની ઈવેન્ટ બાદ, સમાગમ મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતા સહિત અન્ય મુખ્ય ઔદ્યોગિક હબમાં વિસ્તરણ કરવા માટે તૈયાર છે. આ વ્યૂહાત્મક વિસ્તરણનો હેતુ વ્યાપક સહભાગિતાને સુનિશ્ચિત કરવાનો અને વિવિધ ક્ષેત્રોમાં ગહન જોડાણને પ્રોત્સાહન આપવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.