ટીમ ઈન્ડિયાના 3 સ્ટાર ઓલરાઉન્ડર્સને કારણે ICC ટ્રોફીમાં ભારત ચેમ્પિયન

ન્યુઝીલેન્ડને હરાવી ભારત ચેમ્પિયન -દુબઈમાં રમાઈ ICC ટ્રોફીની ફાઈનલ મેચ- રોહિત શર્માના આક્રમક ૭૬ રનઃ ભારતીય સ્પીનરો સામે ન્યુઝીલેન્ડના બેટસમેનો ઘુંટણીયે પડ્યા
દુબઈ, આઈસીસી ચેÂમ્પયન્સ ટ્રોફી ર૦રપની ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી લીધી છે. ભારત તરફથી સૌથી વધુ કેપ્ટન રોહિત શર્માએ ૭૬ રન બનાવ્યા હતાં જયારે અય્યરે ૪૮ રન બનાવી ભારતને મજબુત સ્થિતિમાં મુકયું હતું સ્પીનરને મદદ કરતી આ પીચ ઉપર ન્યુઝીલેન્ડના બેટસમેનો ઘુંટણે પડ્યા હતાં જોકે તેની સામે ભારતીય બેટસમેનો પણ ન્યુઝીલેન્ડના સ્પીન એટેક સામે તકલીફ અનુભવતા હતાં પરિણામે ભારતની વિકેટો પણ સમયાંતરે પડતાં મેચ છેક સુધી રોમાંચક બની હતી.
પ્રારંભમાં ગીલ આઉટ થઈ ગયા પછી ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલી બેટીંગ કરવા આવ્યા હતાં પરંતુ તે એક રને જ આઉટ થઈ જતાં ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માએ પણ ઝડપી રન બનાવવાની ઉતાવળમાં વિકેટ ફેંકી દીધી હતી. પરંતુ ત્યારબાદ બેટીંગ કરવા આવેલા શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે બાજી સંભાળી હતી.
પરંતુ અય્યર પણ સેટ થઈ ગયા બાદ ખરાબ શોર્ટ રમી ૪૮ રને આઉટ થઈ જતાં ભારતીય ટીમ થોડી દબાણમાં આવી હતી. અને અય્યરના આઉટ થયા બાદ અક્ષર પટેલ પણ આઉટ થઈ જતા રાહુલ અને હાર્દિક પડયાએ બાજી સંભાળી હતી. પરંતુ હાર્દિક આઉટ થઈ જતા રવિન્દ્ર જાડેજા બેટીંગ કરવા આવ્યા હતા અને આ બંનેએ વિજય લક્ષ્યાંક પાર પાડયો હતો. જેના પરિણામે ભારતે ન્યુઝીલેન્ડને ૪ વિકેટે હરાવી ચેÂમ્પયન ટ્રોફી જીતી લીધી હતી.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો રમાયો હતો ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ સામે ૪૪ રનથી જીત મેળવી હતી. ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ૨૫૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ન્યુઝીલેન્ડ તરફથી માઈકલ બ્રેસવેલ (અણનમ ૫૩) અને ડેરિલ મિશેલ (૬૩) એ અડધી સદી ફટકારી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે સાત વિકેટે ૨૫૧ રન બનાવ્યા હતા. બેટિંગ કરતી વખતે કિવી ટીમે સારી શરૂઆત કરી હતી. રચિન રવિન્દ્ર અને વિલ યંગે મળીને ૭.૫ ઓવરમાં ૫૭ રનની ભાગીદારી કરી. આ ભાગીદારી દરમિયાન, રવિન્દ્રનો કેચ પહેલા મોહમ્મદ શમીએ અને પછી શ્રેયસ ઐયરે છોડ્યો. ભારતને આખરે વરુણ ચક્રવર્તી દ્વારા પ્રથમ સફળતા મળી,
જેણે વિલ યંગ (૧૫) ને ન્મ્ઉ આઉટ કર્યો. ત્યારબાદ કુલદીપ યાદવે રચિન રવિન્દ્રને બોલ્ડ આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી. રવિન્દ્રએ ૨૯ બોલમાં ૩૭ રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ કુલદીપે અનુભવી બેટ્સમેન કેન વિલિયમસનને આઉટ કર્યો, જેનો બોલ રિટર્ન બોલરે કેચ પકડ્યો હતો.
કેન વિલિયમસન (૧૧) આઉટ થયો ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર ૩ વિકેટે ૭૫ રન હતો. આ પછી, ડેરિલ મિશેલ અને ટોમ લેથમે કિવી ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો. બંનેએ મળીને ચોથી વિકેટ માટે ૩૩ રનની ભાગીદારી કરી. રવિન્દ્ર જાડેજાએ લેથમ (૧૪) ને ન્મ્ઉ આઉટ કરીને ભાગીદારીનો અંત લાવ્યો. ૧૦૮ રનના સ્કોર પર ચોથી વિકેટ પડ્યા બાદ, મિશેલે ગ્લેન ફિલિપ્સ સાથે મળીને પાંચમી વિકેટ માટે ૫૭ રનની ભાગીદારી કરી હતી.
ગ્લેન ફિલિપ્સ સ્પિનર વરુણ ચક્રવર્તીની ગુગલી જાણી શક્યા નહીં અને બોલ્ડ થયા. ફિલિપ્સે ૫૨ બોલમાં ૨ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૪ રન બનાવ્યા. ફિલિપ્સ આઉટ થયાના થોડા સમય પછી, ડેરિલ મિશેલે ૯૧ બોલમાં ફિફ્ટી ફટકારી. મિશેલ કુલ ૬૩ રન બનાવીને આઉટ થયો હતો. મિશેલે તેની ૧૦૧ બોલની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા. મિશેલ મોહમ્મદ શમીની બોલિંગમાં કેપ્ટન રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો.
અહીંથી, માઈકલ બ્રેસવેલે તોફાની ઇનિંગ્સ રમી અને ન્યુઝીલેન્ડને સારા સ્કોર સુધી પહોંચાડ્યું. બ્રેસવેલે ૪૦ બોલમાં અણનમ ૫૩ રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. બ્રેસવેલે કેપ્ટન મિશેલ સેન્ટનર સાથે મળીને સાતમી વિકેટ માટે ૨૮ રન ઉમેર્યા. સેન્ટનર ૮ રન બનાવીને રન આઉટ થયો. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી. જ્યારે મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી.