દુબઈથી 4 કિલો સોનું બેંગલુરૂ લાવતાં દિવ્યાંગ પકડાયો

તપાસમાં તેના શર્ટની નીચે રાખવામાં આવેલું ૩,૯૯૫.૨૨ ગ્રામ સોનું પકડાઇ ગયુંઃ તસ્કરીનો કેસ દાખલ કરાયો
બેંગલુરૂ, બેંગલુરૂના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક અંધ વ્યક્તિને ૩.૪ કરોડ રૂપિયાની કિંમતના સોનાની તસ્કરી કરતાં ઝડપી પાડવામાં આવ્યો છે. કસ્ટમ અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
તેને ૪ માર્ચના રોજ પકડી પાડ્યો હતો. તમને જણાવી દઇએ કે આ ધરપકડ કર્ણાટકની અભિનેત્રી રાન્યા રાવની ધરપકડના એક દિવસ પછી થઇ છે. રાન્યા રાવ પાસેથી ૧૨.૫૬ કરોડ રૂપિયાનું ૧૪.૨ કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું.
કસ્ટમ અધિકારીઓ જણાવ્યું હતું કે વિશિષ્ટ સૂચનાના આધારે બેંગલુરૂ એર કસ્ટમ અધિકારીઓએ આ અંધ મુસાફરને દુબઇથી આવતાં રોક્્યો હતો. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન તેના શર્ટની નીચે રાખવામાં આવેલું ૩,૯૯૫.૨૨ ગ્રામ સોનું પકડાઇ ગયું. ભારતીય બજારમાં તેની કિંમત ૩,૪૪,૩૮,૭૯૬ રૂપિયા છે. તેના વિરૂદ્ધ તસ્કરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે આ પહેલાં સેન્ડલવુંડ અભિનેત્રી રાન્યા રાવને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડી.આર.આઇ.ની ટીમે સોનાની તસ્કરીના આરોઅમાં ધરપકડ કરી હતી. રાન્યા દુબઇથી બેંગલુરું પહોંચી હતી અને તેની પાસે ૧૪ કિલોગ્રામ સોનાના તાર મળ્યા જે એક બેલ્ટમાં સંતાડેલા હતા.
આ બેલ્ટ તેમના શરીર પર બાંધેલો હતો. આ ઉપરાંત તેમની પાસે ૮૦૦ ગ્રામ સોનાના આભૂષણ પણ મળ્યા. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાંથી તેમને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી. તપાસ અધિકારીઓને શંકા છે કે તે બેંગલુરૂ એરપોર્ટ દ્વારા સક્રિયરૂપ ચાલી રહેલી સોનાની તસ્કરી ગેંગનો ભાગ છે.
રાન્યાની વારંવાર આંતરરાષ્ટ્રીય યાત્રાઓએ અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ વર્ષની શરૂઆતથી તેમણે ૧૦થી વધુ વાર વિદેશ યાત્રા કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે ડી.આર.ડી.ને શંકા ગઇ હતી કે રાન્યા ટૂંકાગાળાના અંતરે નાના ગલ્ફ દેશોની મુસાફરી કરી રહી હતી. તેથી તેને ટ્રેક કરવામાં આવી.
જ્યારે તે સોમવારે દુબઇથી બેગલુરૂ પહોંચી તો તેને અટકાવવાનું પ્લાનિંગ કર્યું. તપાસમાં મળી આવ્યું કે ગત ૧૫ દિવસમાં તે ચાર વખત મુસાફરી કરી ચૂકી હતી અને દરેકવાર એક જેનો ડ્રેસ પહેરતી હતી, જેમાં તેમનો બેલ્ટ છુપાયેલો રહેતો હતો.